________________
૧૬૯
માટે બે બાબતો ધ્યાનમાં રાખવી – (૧) જાત માટે મહામુનિના ઊંચા આદર્શ સામે રાખવા,
(૨) બીજા ઢીલા માટે અભાવ ન કરે. બીજા માટે શકયતા જેવી, ને એમના પ્રત્યે મૈત્રી ભાવના-કરુણુભાવના વગેરે ભાવના ભાવવી, તો જ સાધનામાં સમર્પિત થવાય,
તપ સઝાયે રત સદા, દ્વાદશ અંગના ધ્યાતા રે.
ઉપાધ્યાય દ્વાદશાંગીને સ્વનામવત પરિચિત કરી શકે છે, જેટલું નામ પરિચિત, તેટલી દ્વાદશાંગી પરિચિત છે.
ઉપાધ્યાય તે આતમા, જગબાંધવ જગભ્રાતા રે,
આવા ઉપાધ્યાય જગબાંધવ છે-જગતના સગા છે, અને જગન્નાતા છે, જગતના ભાઈ છે.
ભ્રાતા અને બાંધવની વિશેષતા એ છે કે ભ્રાતા સહાયભૂત છે, અને બાંધવ આશ્વાસન રૂ૫ છે, દા. ત. કોઈ પરદેશમાં ગયો. ત્યાં કઈ ભારતને માણસ મળે તો તેને સગા સ્નેહી બાંધવ જેવો લાગે છે, તેથી તેને આશ્વાસનરૂપ બને છે. સગાં સ્નેહી આશ્વાસન આપે. ઘરમાં કેઇ માંદુ હોય ત્યારે ભાઈ સહાય કરે છે. માવજત કરે છે, ત્યારે સગાં સ્નેહી આવે તે હુંફ-આશ્વાસન આપે છે. તેમ,
ઉપાધ્યાય જગતના બાંધવ યાને સગાં સ્નેહી છે.
ઉપાધ્યાય જગતને માટે હુંફ આશ્વાસનરૂપ છે. તે એવા પ્રકારને શાસ્ત્રબોધ આપે છે કે જેનાથી જગતને હુંફ ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org