________________
GT
દુઃખિત નથી; કિન્તુ તમે તમારા નિરાશ અનેલા મનથી દુ:ખિત છે. તમે જો એમ વિચારો કે મારા કરતાં ભારે તંગીવાલા દુનિયામાં ઘણા છે. એના કરતાં તે મારી પાસે હજી પણ ઘણું છે, અને એવું થયું તે તે કર્માધીન છે, કમને આધીન વસ્તુમાં મારું કાંઇ ચાલવાનું નથી તો એની ખાતર હું શું કામ દુ:ખી થાઉં ? મારે મારા દિલમાં લાખ રૂપિયાના દેવગુરુ-ધર્મ સલા મત છે, ને ખરેખર તેા એ જ મારી કિંમતી મૂડી છે, માટે મારે દુઃખ કરવાની કશી જરૂર નથી. રામ-નળપાંડવા વગેરે જં ગલમાં પણ એમજ સુખી હતા.’
આવી આવી . શાસ્ર-સમજ ઉપાધ્યાય આપી જગતને દુઃખમાં સહાયક, હિંમત અને રાહત આપનાર અને છે, સમજાવે છે કે સુખ-દુઃખ એ પાતાની આંતરિક પિરણિત પર આધાર રાખે છે,' એથી ઉપાધ્યાય સુખ દુ:ખના ભાગીદાર છે.” આમ જગતને જે સહાનુભૂતિ કૌટુબિક ભાઈ કે સગા-વહાલા નથી આપતા, તે ઉપાધ્યાય કે આચાય આપી શકે છે.
આનું તાત્પ એ છે કે ઉપાધ્યાય જ્ઞાન-મધથી જગતને દુ:ખમાં થતા ચિત્ત-સકલેશ, આધ્યાન અને અસમાધિ દૂર કરે છે, ગરીબી દુ:ખ નથી, એછું ખાવા મળે તે દુ:ખ નથી, પણ ચિત્તના સ’કલેશ એ દુ:ખ છે જો એ ન હેાય તા ગરીબને કે શ્રીમંતને આધુ ખાવા મળે એનુ કશુ દુ:ખ નથી. એ દુ:ખી નથી. આવું જ્ઞાન આપનારને સમજાવનાર ઉપાધ્યાય છે. ઉપાધ્યાય નિરાશા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org