Book Title: Navpada Prakash Part 3 4
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

Previous | Next

Page 165
________________ ૧૫૪ ગુણ સિદ્ધિનું બીજું કારણ - સૂત્રમાં મગ્નતા ને રસિકતા પર અભાવ થયે તો પછી તેની સામેની બધી વાતો માલ વગરની લાગે, દા.ત, વાહ! શું સૂત્ર રસિકતા! શું સ્વાધ્યાય!” આમ મનમાં લાવીએ ત્યારે સ્વાધ્યાય-મગ્નતા જ કરવા જેવી લાગે, સ્વાધ્યાય-સૂત્રની-રસિકતા થાય તે સાચી, બીજી બધી દુન્યવી પ્રવૃત્તિ અને રસિકતા ટી,” એમ મનને લાગે, એટલે, પ્રતિપક્ષી દેષ પર અભાવ થાય ને ગુણે પ્રત્યે સભાવ થાય. આ પાયા પર કર્તાની ઈમારત રચાય. એ બીજ પડે એટલે બીજી બાજુ અકર્તા , જેવાં કે વાતેચીતે, કુથલી, ડફેળિયાં, હરવું-ફરવું, વિષયોના રંગ-રાગ વગેરે પર અભાવ થાય, મનને થાય કે તેમાં શું માલ છે? સ્વાધ્યાય એ જ ખરી ચીજ ! તેમાં જ સ્વર્ગનું સાચું સુખ છે, વાતચીતે વગેરેમાં સુખ નથી, પણ આત્મગુણેની હળી છે, વિનાશ છે. નમસ્કારથી વૈરાગ્ય એથી ભવ ભય ટળે : સ્વાધ્યાયમાં મગ્નતા રસિકતામાં દિવ્ય આનંદ છે. ઉપાધ્યાયને નમસ્કારથી એમની આ મગ્નતા ને રસિકતા પર જે ભાવ થાય છે, તેથી વિષયાદિક પ્રમાદ ને મિથ્યા જ્ઞાન પ્રત્યે અભાવ થાય, તે અભાવ થાય તો વૈરાગ્ય જાગીને ભવને ભય ટળે, ને સ્વાધ્યાય-મગ્નતા પર અહેભાવ થાય, એટલે બીજુ બધું દુનિયાનું ધૂળ જેવું લાગે, ત્યાં વૈરાગ્યને પાયો નખાય, આમ ભવ-ભય-વૈરાગ્ય થાય, ભવ ભય ટળે તે માટે ભર્તુહરિએ કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192