________________
૧૫૩
એના મિથ્યાત્વાદિ દોષોની અનુમોદના થાય. આચારહીનને નમસ્કાર કરીએ તો એની આચાર-હીનતાની અનુમોદના થાય, એ મિથ્યાદાષ્ટિ આદિને નમસ્કાર તેના મિથ્યાત્વ અને દુરાચારને પહોંચે છે.
ઉપાધ્યાયને નમસ્કાર કરીએ છીએ ત્યારે તેમના ગુણે (૧) સ્વાધ્યાય-અગ્રતા, (૩) સૂત્રાથદાન-પ્રવીણતા, (૩) સૂર્ય-વિચારરસિતાં, વગેરેની અનુમોદના થાય છે, કેમકે નમસ્કાર કરતાં આણુને એ અહોભાવ થાય છે કે “અહે શુ આ મમતા! શુ આ જ્ઞાન-દાન રસિકતા!
ગુણુના અહોભાવથી ગુણસિદ્ધિના બીજનું વાવેતર થાય છે. અહોભાવ તે બીજ છે. જેને અભાવ કરીએ તેનું બીજ આત્મામાં પડે છે. ઉપાધ્યાયને નમસ્કારથી સ્વાધ્યાય મગ્નતા સૂત્રાર્થ–પ્રવીણતા અને સૂત્રાર્થ-રસિકતા આપણામાં આવે, કહ્યું છે “જી તારારિ' કઈ પણ ધર્મ કે ગુણનું બીજ એની પ્રશંસા છે, એની પ્રત્યે અહોભાવ છે.
નમસ્કાર એ અનમેદનાભર્યો છે. તેમાં અભાવ જોઈએ, દા. ત. “શુ એમની ક્ષમા ! ક્ષમાને અહેભાવ લાવીએ તે આત્મામાં ક્ષમાનું બીજ પડે, તેમાંથી ક્ષમાને અભિલાષ, ક્ષમાનું શ્રવણ, ક્ષમા લાવનારી પ્રવૃત્તિ વગેરે અંકુર ફૂટ, ડાંડી પાન કુલ આવે, ને ફળ રૂપે તે ક્ષમાને ગુણ આપણામાં સિદ્ધ થાય, આત્મસાત બની જાય. આમઉપાધ્યાયના ગુણ સિદ્ધ થતા કમર-વીતરાગતા સુધી પહોંચાય. એ તેમણે એમ ભવ-ભય હરવાનું કામ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org