________________
૧૩૭
ક્ષમાવાળા છે. યતિધર્મ અને શુદ્ધ આત્માને મેળ છે, અશુદ્ધ આત્માને નથી.
ઉપાધ્યાયને શુદ્ધ આત્મા પર નજર છે, તેથી તે સહિષ્ણુ બને છે, કષ્ટ સહનારા બને છે. કારણ કે એ શુદ્ધ આત્મામાં રમણ કરનારા છે, તેથી જગતનું દર્શન ઉદાસીન ભાવે કરે છે જગતની કોઇ અસર નહિ લેવાની. વર્તમાનમાં શાનદાન કરે છે, તે ઉદાસીન ભાવે કરે છે; એટલે કે કોઈ માનાદિ લેવા માટે નહિ, શુદ્ધ આત્માનું એકજ કામ-ફકત જગત-દન, જગતને મારા જેવાનું, એનું જ્ઞાન કરવાનું કામ છે, તે એટલા માટે કે તેઓ એટલા બધા મૃતોપગમાં સૂત્ર-અર્થ પારાયણમાં લીન રહેનાર છે કે જેના પ્રભાવે તેઓને આડા-અવળા વિચાર કલ્પના-વિક આવતા નથી, ઊઠતા જ નથી. તે સમજે છે કે જો હું શાસ્ત્રના પદાર્થો વિચારું-મમરાવું, તો જ શુદ્ધ આમાંમા રમણતા થાય,
આતમરામ બનવા માટે શુદ્ધ આત્માને નજર સામે રાખવો પડે શુદ્ધ આત્માનું લક્ષ–ધ્યાન જરૂરી ને સહાયક છે.
“ઉપાધ્યાય વળી કેવા છે!”
ઉપાધ્યાય સુગુપ્તિ-ગુપ્ત છે.સારી ગુપ્તિથી સુરક્ષિત છે. ગુપ્તિ એટલે મન-વચન-કાયામાં અસતનો નિષેધ, ને સતની પ્રવૃત્તિ. ગુપ્તિમાં સુવિવેક છે, એટલે મન કલ્પિત ગુપ્તિથી ગુખ નહિ. એમ તો જંગલમાં રહેનાર તાપસ ગુપ્તિ કરે છે, ઘણું સહન કરે છે પણ, તે ગુતિ છે ?
મને ગુપ્તિ-વચનગુપ્તિ કાયમુતિ ત્રણેયગુપ્તિએ ગુપ્ત આ ગુપ્ત એટલે અસથી નિવૃત્તિને સાતમાં પ્રવૃત્તિ; કેમકે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org