________________
૧૪૩
આચાર્ય પ્રતિ વિનય વગેરે ગુણેનું ગણિત શીખવાડનાર ઉપાધ્યાય છે આવા ગુણ-સંપન્ન ઉપાધ્યાયથી આચાર્ય નિશ્ચિત છે, એમના પદના હિસાબે એમને શાસનની અનેકવિધ જવાબદારીઓ હોય, ગચ્છનું એમ બરાબર સંચાલન થાય એ પણ એક જવાબદારી; એમાં અઢળક સહાય આપનાર ઉપાધ્યાય છે. એટલા માટે કહ્યું કે “સૂરિગણુને સહાયા' સૂરિને અને ગણને સહાયરૂપ છે.
ઉપાધ્યાય સૂરિ ઉપરાંત ગણને સહાયક, મુનિગણને સુત્ર અર્થજ્ઞાન દાન એવું કરે કે આખો ગચ્છ તેના હિસાબે સાધુતા-સામાચારી,-સાધવાચારનું પાલન કરવામાં ભડવીર બને, જેટલું જ્ઞાન વધારે તેટલી તેમની આરાધના વધારે થાય. આ આપનાર ઉપાધ્યાય છે જેથી તેઓ ગણુને ટકા રૂપ છે,
(કાવ્ય) “સ્યાદવાદે તત્વવાદ, આમ પર વિજ. નકરા ઉપાધ્યાય તત્વવાદી છે. સ્વાદુવાદના સિદ્ધાંત પર તને કહેનાર અથવા તવ અંગે વાદ કરનારા, તત્વનું તાવિક ચર્ચાથી પ્રતિપાદન કરનાર છે.
એકાંતવાદને સિદ્ધાંત મિથ્યા છે તે બતાવનાર તથા જીવ અજવ વગેરેમાં અનેકાન્તની ઘટના કરનાર, દા.ત. આત્મા નિત્ય છે અને અનિત્ય પણ છે તે સમજાવનાર,. ઉપાધ્યાય છે.
(કાવ્ય) ભવભીરુ સાધક ઘર સાધન; વહન ઘોરી મુનિવર ઉપાધ્યાય ભવભીરુ સાધક છે. “ભવભીરું, એટલે ભવ વધી ન જાય, ભવમાં ફસી ન જવાય. તેના ભયવાળા તેની ચિંતાવાળા સાધક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org