________________
આચાર્યપદ
સુખદાતા? કે આચાર્યનાં ચરણ મુખદાતા?
ઉo_આયાર્ય સુખદાતા ખરી, પરંતુ વાણી વસાવવા દ્વારા, એટલે આપણા માટે જેમ આચાર્ય પણ ઉપકાટ્ટ, એમ એમની વાણી પણ ઉપકારક છે. આચાર્યની વાણી સુખદાતા છે અને આચાર્યની વાણીને આચાર્યનાં ચરણ કહેવાય. માગીએ છીએ કે “ભવ ભવ પ્રભુ ચરણની સેવા મળે' અર્થાત જિનશાસન મળે, જિનવાણી મળે, અને એની આરાધના મળે, એ કહેવાનો ભાવ છે. આમ આચાર્યનાં ચરણ અર્થાત સુવચન જે સમાધિ-સુખશાતા આપે છે, એવું સુખ માતા પિતા વગેરે નથી આપી શકતા; અને આ સમાધિનું સુખ સંસારના મેટા ચક્રવતીના ય વિષયના સુખ કરતાં ઘણું ઊંચું હોય છે.
માતાપિતા સમ્યગ-દર્શનનું મહાસુખ નથી આપતા, પરંતુ આચાર્ય મહારાજ સમ્યગુ-દર્શનનું મહાસુખ આપે છે. જો રોગ મેટેિ ન હોય, અને દૃષ્ટિ જે સમગ્ર નથી તો તે ત્રાસે છે, હાયવોય કરે છે; દૃષ્ટિ જે સમ્યગ હોય તો પછી ભલેને પાંચ ડીગ્રી તાવ હોય છતાંય તે શાંતિથી સહે છે, સમ્યગ્દર્શનથી આ દૃષ્ટિ સમ્યગ મળે છે.
સમાધિ-સુખ કે સમ્યગ દૃષ્ટિ આપનાર આચાર્ય છે; તેમજ તે તૃપ્તિનું સુખ આપે છે. માતા-પિતા જેમાંથી અજપ-ચિંતા-સંતાપની પીડા નીપજે એવું સુખ આપે છે - દા.ત. માતાપિતા સાથસારા વિષય ભોગવવા આપે, સારું ખાવાનું આપે, પણ પછી પુત્ર-પુત્રીને તે વધુ ને વધુ સારું ખાવાની, ને વધુ સારું ભેગવવાની ઝંખના થવાથી ચિંતા ને અજપ વધે છે, અને અતુતિનું દુ:ખ વધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org