________________
૯૮
નવપદ પ્રકાશ નિષ્પાપ જીવન જીવવા સંયમ-ચારિત્ર લીધું છે. સંસરમાં પાપ પાપ ને પાપ થાય છે. ઘરવાસનાં જીવનમાં રેજના હજારે પાપવિચાર, સેંકડો પાપના બેલા અને સેંકડે ઇન્દ્રિયે સહિત કાયાનાં પાપવર્તન ચાલ્યા કરે છે. એથી બચવા સંયમ-ચારિત્ર લીધું છે. તેથી હવે સંયમ-જીવનમાં એક પણ પાપ ન લાગવા દઉં, ભરચક સુકૃત કર્યું જાઉં, તે જ જન્મ મરણના ત્રાસ મટે, ” – સાધુને આ વાત સમજાઇ છે, તેથી સારણાદિથી રાજી રાજી થઈ જાય; કેમકે સારાદિના પ્રભાવે પાપથી બચવાનું થાય, અને સુકૃતને ઉત્સાહથી આદર થાય. એટલે સાધુ સારણાદિથી કંટાળે નહિ, પણ બેલે, “હત્તિ “મિચ્છામિ દુક્કડં- “હવે ભૂલ નહિ થાય. આપ કહે છે, જાગતા રાખે છે, તે બહુ ઉપકાર કરે છે. આપ ને કહેતા હતા તે અજ્ઞાન, મૂઢ ને સહેજમાં ભૂલો કરનારા અમારું શું થાત ? ” સારણ-ચારણાદિથી આમ આચાર્ય પર અભાવ નહિ પણ સદૂભાવ-બહુમાન ઓર વધે.
શુદ્ધ કલ્યાણને અથી સારણાદિથી ખુશ થાય. “શુદ્ધ એટલે એકલું કલ્યાણ જ ઈચ્છનારા. એને ખાનપાનની ખેવના નહિ, સગવડતા-અનુકૂળતાની પરવા નહિ. “આમ સારણાદિથી પિતાના વ્ર આદિની જાગૃતિ રહે, ખલનાનું વારણ થાય; ને સુકૃતોની પ્રેરણા મળે; આથી કલ્યાણ સધાતું રહે,”—એ જ એને ગમે છે, એ જ એને જોઈએ છે, અને આચાર્ય ભગવંત આનું સંપાદન કરનારા હોય છે.
જગદગુરુ વિજય હીરસૂરીશ્વરજી મહારાજના એક શિષ્યની કાંઈક ભુલ થઈ તે આચાર્ય મહારાજે કહ્યું કેમ આમ કર્યું? જાવ આઠ દિવસ મારી પડિલેહણા કરવા આવતા નહિ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org