________________
આચાર્યપદ
૧૦૩. પ્રશ્ન : તે દેવદ્રવ્યનું શું કરવું ?
જવાબઃ દેવદ્રવ્ય વાપરી નાખવું રાખવું નહીં. એથી તો આજે અવ્વલ કેટિના મંદિરે ઊભા થયા છે. માળવા મેવાડ વગેરેમાં જુના જીર્ણ થયેલ મંદિરના ઉદ્ધાર કરી શકાય, તીર્થના મંદિરને સોને મઢયા કરી શકાય, ભગવાનના વિવિધ કારીગરીની અનેક આંગીના ખેલાં કેટલાય જુદી જુદી ભાતના બનાવી શકાય. એમાંથી પ્રભુને રેજને જ નવનવું આંગી ખોલું ચડે, તે દર્શન કરનારનાં દિલ ઠરી જાય, વાત આ છે, આચાર્ય તત્વ-માગ પ્રકાશનમાં ૫૮ છે એટલે આચાર્ય ભગવંત ભાવ અને આચાર, નિશ્ચય ને વ્યવહાર, ઉત્સગને અપવાદ...ઈત્યાદિને યથાયોગ્ય ન્યાય આપીને, યથાયોગ્ય એનું ગૌરવ બરાબર સાચવીને પદાર્થનું યથાર્થ પ્રકાશન કરનારા છે, માટે તેઓ પ્રવચન -પ૯ છે, તેવા આચાર્ય ભગવંત ચિરંજીવ રહે.
(કાવ્ય, પૂજા-દુહો) ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ
ધ્યાની રે; પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય
પ્રાણ રે...વી૨૦ દગ્યાતા આચારજ ભલા
આચાર્ય ભગવંતનું હૃદયથી તન્મય થઈને ધ્યાન કરે, તે ભલા–ઉત્તમ જીવ આચાર્ય થઈ શકે છે. આચાર્યના ગુણેનું અનુભવ જ્ઞાનમય સંવેદન કરે તે આચાર્ય થઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org