________________
૧૦૬
નવપદ પ્રકાશ કર્યા જ કરે. એવા વારંવારના અનુભવ-શાનથી એ ફાયદો થાય કે એથી આપણું આત્મામાં ક્ષમાને અનુભવેના સુસંસ્કારોનું જૂથ ઊભું થાય છે. પછીથી જ્યારે થોડા અનિષ્ટનો ખરેખર પ્રસંગ આવે ત્યારે કોઈ માનસિક ઉકળાટ કે ચલ-વિચલતા થતી નથી; કેમકે એ સુસંસ્કારે જાગ્રત થઈને આપણને ક્ષમાનું બળ આપે છે.
એવી રીતે બ્રહ્મચર્યનું અનુભવજ્ઞાન કરી શકાય. બ્રહ્મચર્યનું અનુભવ જ્ઞાન :–
નજરમાં સામે કઈ મહાબ્રહ્મચારી આત્મા લાવે, અને દેખે કે તેની દષ્ટિ જરા ય કઈ દેવી કે ઈંદ્રાણી સામે ય જતી નથી. કપનાથી આપણે આવા બ્રહ્મચારી છીએ. એવી મનમાં કહપના કરે, ને સાથે લેભાવનાર દેવીએ આવી છે પણ કલ્પનાથી આપણે નિસ્પૃહ રહ્યા છીએ. એના પર જરાય આંખ પણ જતી નથી એવો અનુભવ કરવાને એમ સ્થૂલભદ્રમુનિ કેશાની સામે ધ્યાનસ્થ દષ્ટિથી બેઠા કેશાનું કશું જ જોતા નથી, એ નજર સામે લાવી આપણે એવે પ્રસંગ તથા દષ્ટિનિરોધ અને ધ્યાનને કાલ્પનિક અનુભવ કરવાને, આવા વારંવારના કાપનિક અનુભવ પછી વાસ્તવમાં ભલે ને સાક્ષાત અસરા જેવી સ્ત્રી આવો, પણ તેની સામે આંખ નહિ જાય. અલબત મનનું સત્વ કેળવવું જોઈએ કે આંખ ઊંચી નથી કરવી તે નથી જ કરવી, ને આંખ ન જ ગયાનો અને શાંતતા રહ્યાનો અનુભવ કરે છે. આ સર્વ કેળવાય તો કામ થઈ જાય, એ માટે ઉપાય છે અનુભવ જ્ઞાન; અને ખરેખર આપત્તિને પ્રસંગ આવી જાય ત્યારે એની સામે એ અનુભવજ્ઞાનના સંસ્કાર આવીને ઊભા રહે છે, ને ક્ષમાદિ જગાડીને આત્માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org