________________
સારું જ કરીએ.' પણ જીવનમાં એવી પળ આવીને ઊભી રહે છે, ખરાબ કરી નાખે છે. ખરાબ થઈ ગયા પછી એકલા પડતાં મનમાં થાય કે આ નહોતું કરવું, કરવા જેવું નહોતું પણ થઈ ગયું. પછી પશ્ચાત્તાપ પણ કરે.
ધર્મ અને અધર્મ સમજાવવા શ્રીકૃષ્ણ દુર્યોધન પાસે આવ્યા. દૃષ્ટાન્ત આપી ઘણું સમજાવ્યું. કૃષ્ણ બોલી રહ્યા એટલે દુર્યોધને કહ્યું :
“જાનામિ ધર્મમ ન ચ મે પ્રવત્તિઃ જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ / કેના ડપિ દેવેન નદિ સ્થિતેનઃ
યથા નિયુક્તોડસ્મિ તથા કરોમિ ” “તમે જે ધર્મ કહેવા માગો છો એ હું જાણું છું પણ એ માર્ગે હું જઈ શકતો નથી. અધર્મ શું છે તે હું જાણું છું પણ એમાંથી હું પાછો વળી શકતો નથી. હૈયામાં એવું “કાંઈક' છે જેના ધક્કાથી આ બધું કર્યે જ જાઉં છું. હૈયે કોઈ વૃત્તિ બેઠેલી છે જે મને દોરે છે અને એવી ક્ષણ આવતાં એ પ્રમાણે હું કરી નાખું છું.”
દુર્યોધને જે કહ્યું એ કદાચ તમે પણ કહી શકો. “તમે જે બધું કહેવા માગો છે એ અમને પણ ખબર છે. શું અમે અમારા છોકરાઓને શિખામણ આપવા બેસીએ છીએ ત્યારે સારી શિખામણ નથી આપતા ? અમે તો ઇચ્છીએ છીએ કે અમારો દીકરો સત્યવાદી હરિશ્ચંદ્ર થાય.” પણ કોઈ મળવા આવેલું હોય અને ન મળવું હોય તો દીકરાને કહી દેવાય : “જા, જઈને કહી આવ કે બાપાજી ઘરે નથી.”
એક યુગલ મારી પાસે આવ્યું. પત્નીને દેખતાં એ કહે : મને દારૂની ગંધ આવે છે, હવેથી હું એ નહિ લઉં. મહિના પછી એમનાં પત્ની ફરિયાદ કરતાં આવ્યાં : “એ તો ચાલુ થઈ ગયા પાછા !” ભાઈને બોલાવીને પૂછ્યું : “શું આ વાત ખરી છે ?” ભાઈએ કહ્યું : “હું તમને ખરું કહું છું. અત્યારે મને થાય છે કે એ ખરાબમાં ખરાબ, ગંદી વસ્તુ છે. પણ જ્યારે મિત્રો મળે, ક્લબમાં ભેગા થઈએ અને એ દબાણ કરે : “દોસ્ત ! લે ને હવે !” અને હું પ્યાલી પેટમાં નાખી દઉં છું. નાખ્યા પછી ભાન નથી રહેતું. પણ જ્યારે અહીં આવું છું, તમને મળું છું, ત્યારે થાય છે કે આ ખોટું થાય છે.”
આ ક્ષણ, જે ક્ષણમાં માણસ નિર્બળ બને છે એ કેમ આવે છે ? આવું કામ માણસથી કેમ થાય છે ? માણસ પોતે નથી કરવા માગતો છતાં કરી બેસે છે. શા માટે કરી બેસે છે ? પોતાની ઇચ્છા વિરુદ્ધ કરે છે એનું કારણ શું ?
શોધવાનું આ જ છે, research આની જ કરવાની છે. જે નથી કરવા
૨૪ * માનવતાનાં મૂલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org