________________
મધુમક્ષિકા.
પત્ર ૧ લે.
વાંચનાર ઉપર
પ્રિય વાંચનાર,
આ પત્ર–માળાને પહેલે પત્ર વાચક-વૃન્દ સિવાય બીજા કેને લખવે યોગ્ય ગણવે ? આ નાનકડા પુસ્તકના લખનારને એક વખતે સ્વમ આવ્યું કે હિમાલય પર્વત ઉપર બરફ બહુ ઠર્યા હતા એવા વખતમાં બરફ વચ્ચે
પેલા લોઢાના ટુંકા સ્તંભ અને સાંકળેથી કરેલી હદ તેણે જોઇ. પૂછવાથી જણાયું કે ત્યાં ગ્રંથકારેને મેળે ભરાવાનો છે. આ ઉમદા મેળે સર્વ કેને જોવાની સારી સગવડ મળવાના હેતુથી ઉંચામાં ઉંચી જગા તેને માટે પસંદ કરી હતી. નાની વાર્તાઓ, કીસ્સાઓ, ઉખાણું, નવલ કથાએ વિગેરે અસંખ્ય પ્રકારના માલનાં ગામડે ગાડાં ભરીને લાવનારની સંખ્યા, આપણા દેશના ઘરની સંખ્યા જેટલી મોટી થઈ ગઈ. કેટલાક રડ્યાખડયા કાવ્ય-કર્તાઓ, શાસ્ત્રીય લેખક અને નીતિના ઉપદેશકો પણ જણાયા. છેવટ કહેલા વર્ગના ગ્રંથકારનો માલ જરા મુશ્કેલાઈથી ખતે તે પણ તેઓની મહેનત જોગ બદલે મજ્યા વિના રહે નહિ. પણ પહેલા જણાવેલા વર્ગના વેપારીઓની આવક અને ધાંધળ તે બેસુમારજ હતી. સર્વકોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com