________________
અને કેવલ ભાષાબરી ક્ષુદ્ર અને કાલ્પનિક સાહિત્ય કેટલું હાનિકારક હોય છે એ સ્પષ્ટ કરવું અને આવશ્યક હતું અને તે સ્પષ્ટ કર્યું છે.
હું જે મહાપુરૂષના જીવનવૃત્તને આલેખી જનવર્ગ સમક્ષ રજુ કરવા માગુ છું તે મહાપુરૂષ કેણ છે? તે બતાવવું આવશ્યક મનાશે.
| ન્યાયામ્બેનિધિ પંચાલદેશોદ્ધારક જગપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી ( આત્મારામજી ) મહારાજના પટ્ટાલંકાર સમરક્ષક નિસ્પૃહીચૂડામણિ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજના પદ પ્રદ્યોતક વ્યાખ્યાન વાચસ્પતિ કવિકુલકિરીટ, જૈનાચાર્ય શ્રીમદ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ જેઓ પિતાની અજોડ વ્યાખ્યાનકલાથી સ્વપર સિદ્ધાંતના અગાધ અને અસાધારણ જ્ઞાનથી, અદ્દભુત અને અલૌકિક પ્રમાદકર કવિત્વ કૌશલ્યથી, અનેક સ્થલે વિચરી ઉપકાર સરિતા વહાવી રહ્યા છે.
ચરિત્ર નાયકનું નામ જ જગમાં ગૌરવ અને સત્ત્વ ભર્યું છે, એટલું જ નહિ પણ ગુણ નિષ્પન્ન છે જ એ કોને અજાણ્યું છે? જ્યારે જમાનાના ગરમ વાયરા વાયા, ધર્મ વિમુખીઓ તરફથી વિવિધ જાતની વિઘ વાદળીઓ વિસ્તારાઈ ત્યારે કલાનિધાન આ ચરિત્ર નાયક મહાપુરૂષે તે બધાયની દરકાર રાખ્યા સિવાય જિનમાર્ગની સાચી પ્રરૂપણું અને સત્ય ભાષિતાથી ગરમ વાયરાઓને ઠંડા બનાવ્યા તેમજ વિન વાદળીઓને વિખેરી નાંખી ખરેખર કટોકટીના સમયમાં પણ ચરિત્ર નાયકે પિતાની શાસન પ્રત્યેની જવાબદારી અને ગૌરવ તેમજ આગમ પ્રત્યેનું બહુમાન જાળવી રાખ્યું છે. નહિ કે, જમાનાને રીઝવવા જેમ હાલ્યું તેમ હાલવા દીધું; એ સગવડીઓ સિદ્ધાન્ત ચરિત્ર નાયકના શ્રદ્ધા–અંગને અદ્યાવધિ રજ પણ સ્પર્ધો નથી જ ! તેમ તેઓશ્રીની કારકીદી અને પ્રવૃત્તિઓ સચેટ કરેજ છે ! જ્યાં અને ત્યાં જ્યારે ને ત્યારે ચરિત્ર નાયકનું શ્રદ્ધા–બલ, જ્ઞાનબલ ને આત્મબલ અપરિમિત ઝળકી ઉઠયું છે અને ઉઠે છે.