________________
દોરે છે, તે પુય પ્રતીક નિર્દક આત્મ પુરૂષાર્થીઓની ઉજજ્વલ જીવન રેખાઓ ગ્રન્થમાં પ્રતિબિંબિત કરી આવિષ્કાર કરાય છે. આ પ્રથા આજની નહિ બકે યુગોથી વહી આવે છે, સાચેજ ! આ પ્રથા અતુલિત ઉપકારક નીવડી છે અને નીવડે છે. પ્રાચીન મહાપુરૂષોના જીવન કથાનકે આજે મહાન ઉપકારક બની રહ્યા છે તે તે ઉપકારક પ્રથાને જ આભારી છે.
ઇતર સાહિત્યના પ્રચાર કરતાં મહાન પુરૂષોના જીવનવૃત્તાતેથી ઘણું ઘણું શીખવાનું મલે છે અને તેજ સાહિત્ય શિષ્યોને સહકાર મેળવે છે. જે સાહિત્યના અવલોકનથી જડતા ન વ્યાપતાં ચેતનતાના ઓજસ્વી કિરણો પથરાતા હોય, વિલાસવિહારે, અમનચમને અને મનસ્વી મોજમજાની મસ્તી ન વધતાં, ઉદાસીનતા અને વિરક્તતા નવૃત થતી હોય; અધઃપતનની ઉન્માર્ગ અટપટી પ્રવૃત્તિઓને પરિત્યાગ થતાં, ઉન્નત અને આત્મવિકાશદશાનું ઉભાવન થતું હોય; આર્ય સિદ્ધાંતોની શ્રદ્ધા, આજ્ઞાપાલનતા અને પ્રચારણની પ્રીતિ અલ્પ ન થતાં, વજ લેપી મજબૂત બનતી હોય; જીવનની બેઅદબીએ, અને મલિનતાએ મન્દ પડતી હોય, ઉજજવલ ન્યાયમય જીવન જીવતાં શીખવાડતું હોય; તેજ સાહિત્ય એ સાચું સાહિત્ય હેઈ નિષ્ઠાણું પ્રજાને સચેતન બનાવે છે–અખંડ ઉત્સાહ સૂર પૂરે છે, નવબલ જગાવે છે અને સુને સહકાર તેજ સાહિત્ય મેળવે છે.
આધુનિક દુષમકાલની દુન્ત છાયાથી જનતાની દયા પાત્રતા વધતી જ જાય છે, વ્યસનની બદીઓ મજબૂત મૂળ જમાવતીજ જાય છે. આ અવસ્થામાં મહાપુરૂષોના જીવન ચરિત્રો આશીર્વાદરૂપ કેમ ન મનાય ! મને માનવા કારણુ મલે છે કે, શું હું પ્રસ્તુતને ત્યાગી અપ્રાસંગિકમાં તે ચાલ્યો ગયો નથીને? નહિજ પ્રાપ્રસ્થાનના લેખકનું આ કર્તવ્ય છે કે, આજના ઘમંડી ઝંઝાવાતમાં મહાપુરૂષના જીવનચરિત્રો કેટલા અસાધારણ ઉપકારક છે, તે બતાવી આપવું