________________
લિકાઓ જુદા જુદા સ્થલેથી બહાર પડતી આપણે જોઈએ છીએ અને કંટાળીએ પણ છીએ! લેખક અમૂલ્ય સમયને ધે, મૃદુમતિને માર્જિત કરે, ભેજાના તત્ત્વતંતુઓને એક્તાર બનાવી ભાષા લાલિત્ય, શબ્દ સૌરભ, વાકય શંખલા, રસાનુસંબંધિતા અને ધારાવાહિતા કાળજીપૂર્વક સાચવે અને એક ગ્રન્થરત્ન તૈયાર કરી જનતામાં પ્રચારે, આટલી મહેનત પછી પણ તે ગ્રન્થના અવલોકનથી વ્યામોહ વૃદ્ધિ, વિલાસવિવશતા વધતી જતી હોય તે તે ગ્રન્થના લેખકની મહેનત નિષ્ફલજ નીવડી છે, એમ કહેવું કે માનવું શું ખોટું છે?
સાહિત્ય પ્રચારને હેતુ એજ હોઈ શકે કે જેથી જનતામાં ક્રમિક આત્મવિકાસ સાધવાની સક્રિયતા જાગે, નહિ કે જનતા લાચાર બની વિષયવાસનાની ગુલામી સ્વીકારે !
સદગુરૂના અભાવમાં સુગરૂ, પથપ્રદર્શકના અભાવમાં પથપ્રદર્શક નીવડે તે જ સાહિત્ય જનોપકારી બનવા સાથે જનપ્રિય બને છે. સાચેજ સુચારૂ સાહિત્ય સમર્થન એ સુગુણને સૌરભર્યા માનસ આહાર છે.
વિશ્વની વિશાલભૂમિપર જન્મવું અને પરલેકની વાટમાં વહી જવું એ કુદરતને અખાધ્ય નિયમ છે. એ નિયત્રિત નિયમદેર સહુ જીવાત્માઓને લાગુજ પડે છે. જરૂર તેમાં એટલી તે વિશિષ્ટતા રહેલી છે કે, જેઓ જન્મીને તે કારમા દેરના બન્ધનેથી મુક્ત થવાના ઉપાય શોધી, માનવીય જીવનને સાર્થક બનાવે છે, તેઓ મહાપુરૂષ મનાય છે, અનેકાના ઉપકારી નીવડે છે, હજારથી પૂજાય છે, વંદાય છે અને સ્તવાય છે, તે મહાપુરૂષોની જીવનયા ઉન્માર્ગ ગામીઓને સન્માર્ગની સુંદર સીમામાં સહેલ કરતા બનાવે છે. ઉચ્ચ વિચાર અને આચાર જેઓની નિશ્રાથી કઈક જીવાત્માઓમાં સર્જાય છે.
તેજેવિભૂતિ ક્રિયામૂર્તિ અને તપવિભૂતિ મહાપુરૂષોના જીવન ચરિત્રો આલેખન માત્રથી જનતામાં અનેરું ઉત્સાહબલ પ્રેરે છે. મહાપુરૂષે આદર્શ કૃત્યકાર જનતાના હૃદય પ્રદેશ પર ઉજજવલ રેખાઓ