________________
વિવેચન : ભાગ-૧
ચઉ તિગ દુર્ગા ચ ઈ%
બંધ ઠાણાણિ મહસ્સ /૧ર ભાવાર્થ - મોહનીય કર્મને અનુક્રમે ર૨, ૨૧, ૧૭, ૧૩, ૯, ૫, ૪, ૩, ૨, અને ૧, એમ કુલ દશ બંધસ્થાનો હોય છે ૧રા
વિશેષાર્થ:- મોહનીય કર્મના બંધસ્થાનોનું વર્ણન (૧) રર, પ્રકૃતિનું બંધસ્થાન :- ૧૬ કષાય - ભય - જુગુપ્સા - મિથ્યાત્વ, -
હાસ્યરતિ અથવા અરતિશોક, - પુરૂષવેદ અથવા સ્ત્રીવેદ અથવા નપુંસકવેદ અર્થાત ત્રણવેદમાંથી કોઈપણ એકવેદ, આ બંધસ્થાન પહેલા ગુણસ્થાનકે જ હોય છે. – ૨૧, પ્રકૃતિનું બંધસ્થાન :- ૧૬ કષાય, ભય - જુગુપ્સા - હાસ્યરતિ અથવા અરતિશોક, પુરૂષવેદ અથવા સ્ત્રીવેદ આ બંધસ્થાન બીજા
ગુણસ્થાનકે જ હોય છે. (૩) ૧૭ પ્રકૃતિનું બંધસ્થાન :- અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, ભય, જાગુપ્તા
હાસ્યરતિ અથવા અરતિશોક, પુરૂષવેદ આ બંધસ્થાન ત્રીજા અને ચોથા
ગુણસ્થાનકે હોય છે. (૪) ૧૩ પ્રકૃતિનું બંધસ્થાન :- પ્રત્યાખ્યાનાદિ ૮ કષાય, ભય, જાગુપ્તા - હાસ્યરતિ, અથવા અરતિશોક, પુરૂષવેદ આ બંધસ્થાન પાંચમા
ગુણસ્થાનકે જ હોય છે. (૫) ૯ પ્રકૃતિનું બંધસ્થાન :- સંજવલન ચાર કષાય - ભય - જુગુપ્સા -
હાસ્યરતિ અથવા અરતિશોક -પુરૂષવેદ આ બંધસ્થાન છઠ્ઠા ગુણસ્થાનકે જ હોય છે. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે અરતિ-શોકનો બંધમાંથી અંત થતા ૭મા તથા ૮ મા ગુણસ્થાનકના સાતમા ભાગસુધી અરતિ શોક વિના ૯ પ્રકૃતિઓ બંધાય છે. ૫, પ્રકૃતિનું બંધસ્થાન- સંજવલન ૪ કષાય અને પુરૂષવેદ આ બંધસ્થાન
મા ગુણસ્થાનકના પહેલા ભાગે જ હોય છે. ૪, પ્રકૃતિનું બંધસ્થાન :- સંજવલ ૪ કષાય આ બંધસ્થાન નવમા ગુણસ્થાનકના બીજે ભાગેજ હોય છે. ત્રણ પ્રકૃતિનું બંધસ્થાનઃ-સંજવલન માન, માયા અને લોભ આ બંધસ્થાન
નવમા ગુણસ્થાનકના ત્રીજે ભાગે જ હોય છે. (૯) ૨, પ્રકૃતિનું બંધસ્થાન- સંજવલન માયા અને લોધ આ બંધસ્થાન નવમા