________________
૨૦
(૧) અપ્રત્યાખ્યાનાદિ ત્રણ કષાય-૧ યુગલ-૧ વેદ આ ઉદયસ્થાનક ચોથા ગુણસ્થાનકે જ હોય છે. (૨) પ્રત્યાખ્યાનાદિ-૨ કષાય-૧ યુગલ-૧ વેદ-ભય (૩) પ્રત્યાખ્યાનાદિ-૨ કષાય-૧ યુગલ-૧ વેદ-જીગુપ્સા (૪) પ્રત્યાખ્યાનાદિ-૨ કષાય-૧ યુગલ-૧ વેદ-સમ્યક્ત્વ મોહનીય આ ત્રણ ઉદયસ્થાનકો પાંચમા ગુણસ્થાનકે જ હોય છે (૫) સંજવલન ૧ કષાય-૧ યુગલ-૧ વેદ-ભય-ગુપ્સા (૬) સંજવલન ૧ કષાય-૧ યુગલ-૧ વેદ-ભય અને સમ્યક્ત્વ મોહનીય (૭) સંજવલન ૧ કષાય-૧ યુગલ-૧ વેદ-જીગુપ્સા-સમ્યક્ત્વ મોહનીય આ ત્રણ ઉદયસ્થાનકો ૬ઠ્ઠા અને ૭મા ગુણસ્થાનકે હોય છે. પાંચમુ ઉદયસ્થાનક ૬ ૭ અને ૮ ગુણસ્થાનક સુધી હોય છે. મોહનીયકર્મની પાંચપ્રકૃતિના ૪ ઉદયસ્થાનકો (૧) પ્રત્યાખ્યાનાદિ ૨ કષાય-૧ યુગલ-૧ વેદ
આ ઉદયસ્થાનક પાંચમા ગુણસ્થાનકે જ હોય છે - (૨) સંજ્વલન ૧ કષાય-૧ યુગલ-૧ વેદ-ભય (૩) સંજ્વલન ૧ કષાય-૧ યુગલ-૧ વેદ-ભ્રુગુપ્સા
આ બે ઉદયસ્થાનકો ૬ થી ૮ ગુણસ્થાનકે હોય છે. (૪) સંજ્વલન ૧ કષાય-૧ યુગલ-૧ વેદ-સમ્યક્ત્વ મોહનીય આ ઉદયસ્થાનક ૬ અને ૭ બે ગુણસ્થાનકે હોય છે.
કર્મગ્રંથ-દ
મોહનીય કર્મની ૪ પ્રકૃતિનું ઉદયસ્થાનક ૧ હોય છે. સંજ્વલન ૧ કષાય ૧ યુગલ ૧ વેદ આ ઉદયસ્થાનક ૬ થી ૮ ગુણસ્થાનક સુધી હોય છે. મોહનીય કર્મની ૨ પ્રકૃતિનું ઉદયસ્થાનક ૧ કષાય ૧ વેદ આ ઉદયસ્થાનક ૯મે ગુણસ્થાનકે હોય છે.
મોહનીય કર્મની ૧ પ્રકૃતિનું ઉદયસ્થાનક સંજ્વલન કોઈપણ ૧ કષાય આ ઉદયસ્થાનક ૯ અને ૧૦મા ગુણસ્થાનકે હોય છે.
આ રીતે મોહનીયકર્મના ૯ ઉદયસ્થાનકના અનુક્રમે ૧+૬+૧૧+ ૧૦+૭+૪+૧+૧+૧= ૪ર ઉદયસ્થાનકો થાય છે
મોહનીય કર્મના સત્તાસ્થાન
અટ્ઠ ય સત્ત ય છચ્ચઉ
તિગ દુગ એગાહિઆ ભવે વીસા