________________
કર્મગ્રંથ-૬
(૮) અબંઘ, મનુષ્ય આયુષ્યનો ઉદય, મનુષ્ય, મનુષ્ય આયુષ્યની સત્તા આ ભાંગો આયુષ્ય બંધ પછી ૭ કર્મ બાંધતા ૧ થી ૭ ગુણસ્થાનકમાં હોય છે. (૯) અબંઘ, મનુષ્ય આયુષ્યનો ઉદય - મનુષ્ય - દેવ આયુષ્યની સત્તા આ ભાંગો ૭ કર્મબાંધતા, ૬ કર્મબાંધતા, ૧ કર્મબાંધતા ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી હોય છે.
૧૬
આ રીતે મનુષ્ય આયુષ્યના નવસંવેધ ભાંગા થાય છે. દેવ આયુષ્યના સંવેધ ભાંગાઓનું વર્ણન
દેવ આયુષ્યનો બંધ - ૧-૨-૪-૫-૬ અથવા ૭ ગુણસ્થાનક સુધી હોય છે. દેવ આયુષ્યનો ઉદય ૧ થી ૪ ગુણસ્થાનક સુધી હોય છે. દેવ આયુષ્યની સત્તા ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી ઉપશમ શ્રેણીવળા જીવોને આશ્રયીને હોય છે. (૧) તિર્યંચ આયુષ્યનો બંધ - દેવ આયુષ્યનો ઉદય - તિર્યંચ - દેવ - આયુષ્યની સત્તા આ ભાંગો દેવતાઓ જ્યારે આઠ કર્મોનો બંધ કરતા હોય છે ત્યારે હોય છે.
(૨) મનુષ્ય આયુષ્યનો બંધ - દેવ- આયુષ્યનો ઉદય - મનુષ્ય - દેવ આયુષ્યની સત્તા આ ભાંગો ૮ કર્મ બાંધતા દેવતાઓને હોય છે. પહેલો ભાંગો ૧, ૨, બે ગુણસ્થાનકે હોય છે.
બીજો ભાંગો ૧, ૨, અને ૪ ગુણસ્થાનકે હોય છે. (૩) અબંધ - દેવ આયુષ્યનો ઉદય - દેવ આયુષ્યની સત્તા આ ભાંગો દેવતાઓ જ્યાં સુધી આયુષ્યનો બંધન કરે ત્યાં સુધી ૭ કર્મ બાંધતા ૧ થી ૪ ગુણસ્થાનકમાં હોય છે.
(૪) અબંધ - દેવ આયુષ્યનો ઉદય - તિર્યંચ - દેવ આયુષ્યની સત્તા આ ભાંગો આયુષ્ય બંધ કર્યા બાદ સાત કર્મનો બંધ દેવતાઓ જ્યાં સુધી કરતા હોય છે ત્યાં સુધી ઘટે છે. ૧ થી ૪ ગુણસ્થાનકમાં આ ભાંગો હોય છે.
(૫) અબંધ - દેવ આયુષ્યનો ઉદય - મનુષ્ય - દેવ આયુષ્યની સત્તા. આ ભાંગો ૧ થી ૪ ગુણસ્થાકમાં વર્તતા આયુષ્યબંધ કર્યા બાદ ૭ કર્મ બાંધતા દેવોને હોય છે
૧
આ રીતે આયુષ્ય કર્મના ૨૮ ભાંગા થાય છે
મોહનીય કર્મના ૧૦ બંધસ્થાન બાવીસ ઈકવીસા
સતરસ તેરસેવ નવ પંચ