________________
(૫)
હ તે બાળક મૃત્યુ પામશે તે ખોટું કર્યું છે. તે તો આગળિયો પડવાથી મૃત્યુ પામેલ છે.''
ભદ્રબાહસ્વામીજી : રાજનું ! જેનાથી મૃત્યુ થયું તે આગળિયો અહીં મંગાવો. તે આગળિયો લાવવામાં આવ્યો. તે બિલાડીના મોઢાની આકૃતિવાળો જ હતો. આ જોઈને રાજા સ્તબ્ધ થઈ આ ગયો. બિલાડીની આકૃતિવાળો આગળિયો પણ બિલાડી જ કહેવાય.
વરાહમિહિરને આ વાતની ખબર પડી. તેને ખૂબ આઘાત લાગ્યો. તેણે જ્યોતિષશાસ્ત્રના તે બધા ગ્રંથો જૂઠા સમજીને પાણીમાં પધરાવવાનું નક્કી કર્યું. ત્યારે ભદ્રબાહુસ્વામીજીએ તેને કહ્યું કે,
“જ્યોતિષશાસ્ત્ર ખોટું નથી, પણ તેં માંડેલ ગણિત ખોટું છે. શાસ્ત્રમાં ભૂલ ન હોય. જ આમ, તે ગ્રંથો પાણીમાં ફેંકતાં અટકાવવામાં આવ્યા, પણ વરાહમિહિરને તો ભયંકર આઘાત લાગ્યો. અંતે મૃત્યુ પામીને વ્યંતરદેવ તરીકે તે ઉત્પન્ન થયો. તેણે પૂર્વભવના વૈરભાવને કારણે જૈન સંઘ ઉપર ભયંકર ઉપદ્રવ શરૂ કર્યો. જૈનોને ઘેર ઘેર માણસો ટપોટપ મરવા લાગ્યા, ચોમેર છે હાહાકાર મચી ગયો. છેવટે બધા ભદ્રબાહુસ્વામીજી પાસે ગયા અને વિનંતી કરી કે આનો કાંઈક હું ઉપાય કરવો જોઈએ. ભદ્રબાહસ્વામીજીએ જ્ઞાનથી જાણ્યું કે આ વ્યંતરદેવ થયેલા વરાહમિહિરનું છું શું કામ છે. ભદ્રબાહુસ્વામીજીએ “ઉવસગ્ગહરં સ્તોત્રની રચના કરી. જ્યારે જ્યારે આફત આવે છે
ત્યારે સંઘના સભ્ય ઉવસગ્ગહર સ્તોત્રનો પાઠ કરે. દેવ હાજર થાય, અને આફત દૂર કરે. પણ પાછળથી આ સ્તોત્રનો ઉપયોગ મારી-મારકી જેવા ઉપદ્રવની શાન્તિ માટે થવાને બદલે હવે જે તે