________________
થયેલાં હાડપિંજરો, શૈતાનોના
કોલસારૂપ અમાનુષી
ત્રાસદાયક
અનુભવો, સૈનિકોનું નિર્દય દમન, જાસૂસોની ગુપ્ત
રમત, મૃત્યુની છાવણીઓ,
સામૂહિક કબરો, ગૅસ ચેમ્બરની ચીમનીમાંથી
નીકળતા
ગોટેગોટાઓ
ધુમાડાના એ ૧૯૩૩ના વર્ષની વાસ્તવિક તસવીરો હતી. જ્યાં જમીન
દુશ્મન બની હતી, જમાનો દુશ્મન બન્યો હતો. એની
ઇરેના સેન્ડલર
સામે જજબાતથી બોલનાર દુશ્મન ગણાતો હતો. મોત એ જિંદગીનો શ્વાસ હતો.
૧૯૩૩માં યુરોપના ૨૧ દેશોમાં લગભગ નવ મિલિયન યહૂદીઓ વસતા હતા અને ૧૯૪૫માં ત્રણ યુરોપિયન યહૂદીમાંથી બે યહૂદીઓની નાઝીઓએ કતલ કરી હતી. આમાં યહૂદીઓ, જિપ્સી અને વિકલાંગ બાળકોનો પણ સમાવેશ થતો હતો. મોતના આ ભયાનક તાંડવને જોઈને ઇરેના સેન્ડલરનું હૈયું કંપી ઊઠ્યું. પોતે યહૂદી નહોતી, પણ એને માટે તમામ યહૂદીઓ એના માનવબંધુ હતા. પોલૅન્ડના ઑટવૉક શહેરમાં ૧૯૧૦ની ૧૫મી ફેબ્રુઆરીએ જન્મેલી ઇરેના સેન્ડલરને એના પિતા પાસેથી ગળથૂથીમાં માનવસેવાના પાઠ મળ્યા હતા. સાચો માનવ એ કે જે કોઈના પર જોહુકમી ચલાવે નહીં અને પોતે કોઈની જોહુકમી સાંખે નહીં.
એના પિતા પોલૅન્ડના પ્રસિદ્ધ સમાજશાસ્ત્રી અને ચિકિત્સક હતા. પ્રથમ વિશ્વયુદ્ધ પછી આંટવાંક ગામમાં તીવ્ર ચેપી તાવ ચોતરફ ફેલાઈ ગયો હતો, ત્યારે એના પિતાએ આ રોગપીડિત યહૂદી લોકોની સારવાર કરી હતી.
બરણીમાં જીવન - 3