Book Title: Jivi Jananara
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ અને જર્મનીના ‘ક્યુરર' (સમ્રાટ) તરીકે પહેલાં એણે અમર્યાદિત સત્તા હાંસલ કરી. હજારો વિરોધીઓને કારાવાસમાં ગોંધી રાખ્યા અથવા તો સદાને માટે એમનો અવાજ ખામોશ થઈ જાય તે માટે ક્રૂરતાથી હત્યા કરી. દેશમાં ચારે તરફ ‘હેર હિટલર'('હિટલરનો જય')ના નારાઓ ગુંજવા લાગ્યા, જર્મન પ્રજા એને તારણહાર માનતી હતી અને હિટલર જાતિવાદને આગળ ધરીને પ્રજાને ઉકરવા લાગ્યો કે દુનિયાભરમાં માત્ર જર્મના જ શુદ્ધ લોહીવાળા, શક્તિશાળી અને શ્રેષ્ઠ આર્યો છે. આ જ ર્મનો તો દુનિયા પર રાજ્ય કરવા સર્જાયેલા છે. એમને કોઈ હરાવી શકે નહીં કે ગુલામ બનાવી શકે નહીં. અપરાજેય છે આ પ્રજા! બીજી બાજુ હિટલરને યહૂદીઓ તરફ ભારે નફરત હતી. એણે કહ્યું કે યહૂદીઓ હલકા લોહીવાળા, ડરપોક, પૈસાના લાલચુ અને જર્મનીનું શોષણ કરનાર છે. એ કહેતો કે જર્મનો અને બીજી લડાયક જાતિની શુદ્ધતા, શૂરવીરતા અને શ્રેષ્ઠતા ટકાવવા માટે યહૂદીઓનો નાશ કરવો અનિવાર્ય છે. ચોતરફ યહૂદી પ્રજાની સામૂહિક હત્યા કરવા એણે ‘કૉન્સનટ્રેશન કૅમ્પ’ ખોલ્યા. જર્મનીનાં એ કેન્દ્રોમાં અને યુરોપના અન્ય દેશોમાં સાઈઠ લાખ યહૂદીઓને હિટલરના હુકમથી મારી નાખવામાં આવ્યા. એનું જાતિવાદનું ઝનૂન એવું હતું કે પૂર્વ યુરોપની સ્લાવ વગેરે જાતિઓને પણ એ હલકા લોહીની ગણતો અને એને મારી નાખવાની એણે ઝુંબેશ ચલાવી. પોતાના સૈનિકોને હિટલરનો હુકમ હતો કે “કોઈ પણ જાતની દયા વગર પાશવી બળથી દુશ્મનોનો નાશ કરો.” અને યહૂદી સિવાયની અન્ય જાતિઓના પણ પચાસ લાખ લોકોને હિટલરના હુકમથી મારી નાખવામાં આવ્યા. માનવ ઇતિહાસનો આ એક નિર્દય અને ક્રૂર સમયગાળો હતો. સાપના દાંતમાં કે વીંછીના પુચ્છમાં ઝેર હોય, પણ હિટલરના અંગેઅંગમાં યહુદી કોમ તરફ હળાહળ ઝેર વ્યાપેલું હતું. ૧૯૪પના મે મહિના સુધીમાં તો જર્મનીના નાઝીઓએ બેરહેમીથી સાઠ લાખ યહૂદીઓની કતલ કરી હતી અને એમાં પાંચ લાખ જેટલાં માસૂમ બાળકો હતાં. આ બનાવ ‘હોલોકોસ્ટ' તરીકે ઓળખાય છે. ગ્રીક ભાષાના આ શબ્દનો મૂળ અર્થ થાય છે ‘અગ્નિની આહુતિ'. પરંતુ અહીં એ અગ્નિને નિર્દોષો અને લાચાર માનવીઓની જીવતી આહુતિ આપવામાં આવી. બળીને ભસ્મીભૂત 2 • જીવી જાણનારા

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 160