Book Title: Jina Dhammo Part 01
Author(s): Nanesh Acharya
Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh

View full book text
Previous | Next

Page 12
________________ આકાશના ઊંધા કૂવામાંથી પાતાળની પનિહારી જે જળ ભરે છે, તેને કોઈ વીરલો હંસ જ પીએ છે. આ ઊલટવાણી નથી, સત્ય છે, તત્ત્વ છે, સાર છે. આ એ જ જ્ઞાન છે, જેના આ લોકમાં, આ ચરાચર જગત કોઈ રૂપમાં અર્થવાન બને છે. એક નાનકડા દીપકથી વિકીર્ણ આ પ્રકાશ વિગત લગભગ અર્ધશતીમાં વિસ્તાર પામી, પ્રચંડતર થતા પોતાની દીપ્તિના કારણે જાજ્વલ્યમાન સૂર્યનો પર્યાય બની ગયા. अपने सहज समत्व ज्ञान से, दीपित कर धरती का आंगन । कुटिया का वह नन्हा दीपक, एक नया आदित्य गया बन ॥ પ્રત્યેક જીવનની એક નિશ્ચિત અવધિ હોય છે અને પ્રત્યેક સૂર્યને એક સાંજે અસ્ત થવું જ પડે છે, એ પ્રકૃતિનો નિયમ છે. પરંતુ સૂર્યના અસ્ત થવાથી મહિમા અને તથ્યમાં નિહિત છે કે તે પ્રખર પ્રકાશની સાથે પોતાની યાત્રા પૂર્ણ કરે છે અને પાછળ દોડે છે એક નવા સૂર્યોદયની ચિરંતન આશા. આચાર્ય શ્રી નાગેશનું અવસાન પણ આવું જ હતું, સામાન્ય નહિ, એમના પ્રખર વ્યક્તિત્વની સમાન દિવ્ય. અસ્તાચલગામી એ સૂર્યનો સંધ્યાવંદન કરતા સાધકોએ સ્પષ્ટ જોયું કે એક જ્યોતિ આકાશમાંથી સહસા ઊતરી હતી, ધર્માચાર્યના સૂર્યના પ્રકોષ્ઠમાં પ્રવિષ્ટ થઈ હતી અને ધરતીના એ સૂર્યના પ્રકાશને સમેટીને દ્વિગુણિત આભાયુક્ત થઈ તીવ્રતાથી પુનઃ આકાશમાર્ગથી પાછી ફરી હતી !! આ ચમત્કાર હતો અને અમે જાણીએ છીએ, ચમત્કાર થાય છે. આ અવસાન ચમત્કારી હતું, જે પોતાની પાછળ સમ્યગુદર્શનના જ નહિ, સંપૂર્ણ જીવચર્યાનો એક એવો પ્રખર આલોક છોડી ગયા, જેમાં ભવ્ય આત્માઓ આત્મોદ્ધારનો માર્ગ સ્પષ્ટ જોઈ શકે છે. દીપથી આદિત્ય બનેલ તે દીપ પોતાની પાછળ વધુ એક દીપ પ્રજ્વલિત કરી ગયા છે... રામેશ દીપ, જે એ દિવ્ય આલોકના ગુરુદાયિત્વ પોતાના સુદઢ કંધા પર વહન કરવામાં પૂર્ણ સક્ષમ છે. દીપની આદિત્ય બનવાની દિશામાં એક વધુ યાત્રા આરંભ થઈ ગઈ છે. સાધુ માર્ગમાં આ પરંપરા અવિચ્છિન્ન રૂપથી ચાલતી રહેશે. આ તથ્ય એ પરંપરામાં આદિત્ય બનેલા દીપ પ્રમાણિત કરી ગયા છે. આ પ્રકારે અનંત આલોકના પારાવાર હિલોર લેતા રહેશે. આવા આલોક આગળ ચાલતી રહેશે. દીપના આદિત્ય બનવાની આ અવિચ્છિન્ન પરંપરા લગભગ અઢાર હજાર પાંચસો વર્ષ સુધી. ભગવાન મહાવીરનું આવું જ કથન છે અને આ શાસ્ત્ર-વચન પણ છે. ઇન્દરચન્ટ બૈદ - સુરત સંપાદક - શ્રમણોપાસક

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 538