Book Title: Jina Dhammo Part 01
Author(s): Nanesh Acharya
Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh

View full book text
Previous | Next

Page 11
________________ પતિતપાવની ધારા અવતીર્ણ કરીને પ્રાણીમાત્ર માટે મુક્તિના દ્વાર ઉન્મુક્ત કરી દીધા, તો બીજા ભગીરથે સમતા સમાજની પુણ્યધારામાં માનવમાત્ર માટે આવગાહનનો માર્ગ પ્રશસ્ત કરી માનવતાની અતુલનીય સેવા કરી. એક જડ સૈદ્ધાંતિક વિચારને સહજ જીવન પદ્ધતિમાં રૂપાંતરિત કરવું એ નિશ્ચય જ ચમત્કારિક ઉપલબ્ધિ છે. પ્રજાતંત્ર સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા જેવા જટિલ, વિવાદિત, બૌદ્ધિક, વાજાળમાં ગૂંચવાયેલી અવધારણાઓને સરળ, વ્યાવહારિક, ઉપયોગી જીવનચર્યા બનાવીને પ્રચલિત કરી શકવું એ યુગપુરુષનું જ કાર્ય હોઈ શકે છે. રાજનૈતિક, આર્થિક અને સામાજિક ચિંતનને સૈદ્ધાંતિક આગ્રહોથી ધર્મ અને દર્શનનાં તત્ત્વોને પાખંડ, અતિચાર, દુરાગ્રહ અને આડંબરથી મુક્ત કરી તથા એમને અન્યોન્યાશ્રિત બનાવીને આ મહાયોગીએ આધુનિક યુગની વિકટ સમસ્યાઓનું સહજ સમાધાન હતું. પ્રસ્તુત કરી દીધું. સમતાને યુગધર્મના રૂપમાં માન્ય અને પ્રતિષ્ઠિત કરવું એ નાની વાત નથી. કેટલી કઠોર સાધના, કેટલું ઊંડું ચિંતન, કેટલું ઊંડું દાર્શનિક જ્ઞાન (પૈઠ) અને કેવું મનોવૈજ્ઞાનિક કૌશલની આ હેતુ માટે આવશ્યકતા હતી. આનું પ્રમાણ તે વિપુલ સાહિત્ય છે, જેનું નિર્માણ માનવવૃત્તિના પરિષ્કાર, પુનઃનિર્માણ અને નિર્દશન-હેતુ આ યુગાચાર્યએ સ્વયં કર્યું અને કરવાની પ્રેરણા આપી. સમીક્ષણ ધ્યાનની પદ્ધતિઓને આત્મ સમીક્ષણના દર્શનથી પરમાત્મ સમીક્ષણ સુધી પહોંચાડવા જ આત્મા-પરમાત્મા, જીવ-બ્રહ્મ, દ્વૈતઅદ્વૈત વગેરેથી સંબંધિત વિવિધ ચિંતન-ધારાઓનો જે રીતે સમતા-દર્શનમાં સમન્વય કર્યો છે, તે સ્વયંમાં ઉપલબ્ધિ છે. એક ધર્મ વિશેષની સમજી શકાય એવી આચરણ શૈલીને માનવ-માત્રની આચારસંહિતા બનાવી શકતી દૃષ્ટિ નિશ્ચય જ ચમત્કારિક હતી. આ સિદ્ધિ માટે જન-જનના હૃદયને સંસ્કારિત કરી આ વિચાર પુષ્ટ કરવો આવશ્યક હતો કે માયાના પાંચ પુત્ર કામ, ક્રોધ, મદ, મોહ અને લોભ મનુષ્યના અધઃપતનનું મૂળ કારણ છે. આ જ આત્માની પરમાત્મિકતામાં વ્યવધાન નાંખનાર પણ છે. पाँच चोर गढ़ मंझा, गढ़ लूटे दिवस अरू संज्ञा । जो गढ़पति मुहकम होई, तो लूटि न सके कोई ॥ અને આચાર્ય નાનેશ એવા મુહકમ ગઢપતિ સિદ્ધ થયા, જે રમૈયાની વધૂને બજાર લૂંટવાનો કોઈ અવસર જ દેતા નથી. આવા ગઢપતિના મહિમાનાં વખાણ કરતા સંત કબીરે પહેલાં જ કહી દીધું છે - ऐसा अद्भुत मेरा गुरु कथ्या, मैं रह्या उमेषै 1 मूसा हस्ती सो लड़ै, कोई बिरला पेषै ॥ मूसा बैठा बांबि में, लारे सांपणि धाई, उलटि मूसै सांपिण गिली यह अचरज भाई । नाव में नदिया डूबी जाई ॥ ત

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 538