Book Title: Jain Yug 1931
Author(s): Harilal N Mankad
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 28
________________ જૈન યુગ અજોડ છે તેમનો ત્યાગ પણ જનતાની પીડા ટાળવા માટે છે તો આપણે ક્રમ ઉપકાર ભૂલીએ, તેમણે અમીરી છેાડી કારી સ્વીકારી તે કાના માટે આ ભૂમીમાં આ નવી વાત નથી. માટે તમે પણ તેમના જીવનમાંથી પ્રેરણા મેળવા અને ખાસ કરી તેમની દૃષ્ટ વસ્તુ તરીકે વિદેશી વસ્તુઓને ત્યાગ કરી સ્વદેશીવત ગ્રહણ કરી તે તેમની શ્રદ્ધાંજલિમાં કાંઈ તર્પણુ કર્યું ગણાશે. પ્રમુખની રૈનાને સલાહુ. ૨૮ આગળ ચાલતાં તેમણે જાણ્યું કે એક વખતે તમારા જૈનેમાંથી કેટલાકાને હજુ સ્વદેશીની સૂગ છે કાંતા પદેશીના મેહ છૂટતા ન હોય એવી વાત હારી ાણુમાં આવી હતી. હું ધારું છું કે તે વાત તે દૂર થઇ હશે અને સૌ સ્વદેશી વસ્ત્રો પહેરતા હોય. જો હજુ તેમ ન બન્યું ડ્રાય તા હું કહીશ કે, પંડિતજીએ અનેક આત્માભોગે અને કારાવાસ સહન કરી મૃત્યુ નજીક આપ્યું તેને માટે તેના ત્યાગની ખાતર પણ સ્વદેશી વ્રત અðાર કરો. આપણે સૈનિક છીએ સીપાઈ છીએ અને લડત લખાય તો પણ આપણે આપણા ફાળા આ રીતે તે અવશ્ય આપવા બાદ કેટલુંક વિવેચન થયા પછી શ્રી મોતીચંદ્ર ગિ. કાપડીઆએ રાવ રજુ કર્યાં કૈં રાષ્ટ્રના માન્ નેતા અસાધારણ ત્યાગ કરનાર, દેશ સેવા ખાતર અનેક અગવડા સહન કરનાર, કારાવાસમાં વૃદ્ધ ઉમરે જઇ અનેક કા સહન કરનાર, અને અસાધારણ કુનેહ આવડત, અને બુદ્ધિચાતુર્યથી મહાન સૈન્યાધિપતિ તરીકે હિંદ મૈયાની સેવા કરનાર પડિત મેાતીલાલ નહેરૂના હિંદની અત્યારની કટાકડીના અવસરે થએલા અવસાનના સમાચાર સાંભળી સમસ્ત હિંદુ સાથે જૈન કામને પણ ભારે દુ:ખની લાગણી થઇ છે. પંડિતજીને ત્યાગ અદ્વિતીય હોઇ પ્રશંસાને પાત્ર છે અને તેએની ધારાસભાની લડત યાદગાર હોવા સાથે તે સભાના ત્યાગ પણુ એટલાજ અર્થ સૂચક છે. એમનુ અવસાન થતાં દેશને ન પૂરી શકાય તેવી ખોટ ગ છે તેની નોંધ આજની આ મુભા અત્યંત ખેદ સાથે લે છે અને તેમના આત્માને શાંતિ ઇચ્છે છે.’ આ ઠરાવની નકલ પ્રમુખશ્રીની સહી સાથે પંડિત જવાહરલાલ નહૅરૂ અને મર્હુમનાં અન્ય કુટુંબીજનાના દિલાસા માટે મોકલી આપવી. આ ઠરાવપુર ટકા આપતાં શ્રી માહનલાલ દ. દેશાન તથા ચિનુભા′ લાલભા શેઠ એ ઘટતાં વિવેચના કર્યો બાદ સર્વએ ઉભા થઈ શાંતિથી ઠરાવ પસાર કર્યો હતા. બાદ શેડ રતનચંદ તલકચંદ્ર માસ્તરે પ્રમુખના આભાર માનવાની દરખાસ્ત મૂકી હતી જેને શ્રી મનસુખલાલ હીરાલાલ લાલને ટકા આપ્યા બાદ સભા વિસર્જન થઇ હતી. —જામનગર ઓશવાળ યુવક મંડળની એક સભા તા. ૮-૨-૩૧ ના રાજ પંડિત મોતીલાલ નહેરૂના અવસાન માટે શાક પ્રદર્શિત કરવા મલી હતી. જેમાં દીલગીરીને ઠરાવ પસાર કરી તે ઠરાવ પંડિત જવાહીરલાલ નહેરૂને મોકલી આપવાના ઠરાવ થયા હતા. —શ્રી. ચતુરભાઇ પીતાંબરદાસ સાંગલી જે આ કોન્ફ્રન્સના દે. મહારાષ્ટ્રના પ્રાં. સેક્રેટરી છે તે હાલમાં સાંગલી રાજ્યના આન. મેરલૂંટ નિમાયા છે. તે સ્થાનિક મર્ડીંગના પિતા તરીકેનું કાર્ય બજાવી રહ્યા છે. અનેક સામાજીક અને અન્ય જાહેર ખાતામાં પ્રમુખ, ડાઈરેકટર સભ્ય તરીકે વિવિધ સેવા બજાવતા રહ્યા છે. આશા છે કે સમાજ સેવાના વધારે લાભ આપે. તા. ૧૫-૨-૩૧ ( અનુસંધાન પૃષ્ટ ૨૯ થી ) શેઠ ફકીરચંદ્ર પ્રેમચ'દ સ્કોલરશિપ પ્રાઇઝો દર વર્ષે લેવાતી સ્કુલ લીવીંગ પરિક્ષા ( મેટ્રીક ) માં ઉત્તીષ્ણુ થનારને જે શરતા ઇનામા આપવામાં આવે છે તે મુજ્બ છેટે લેવાએલી રિક્ષામાં પાસ થનારા વિદ્યાર્થી મી, કેશરીચંદ સી. બદામી, જે હાલ શ્રી મહાવીર વિદ્યાલયમાં આગળ અભ્યાસ કરે છે તેને રૂા. ૮૦ ના છે પ્રાઇઝો આપવામાં આવ્યા છે. જૈન ગુજરકવિએ પ્રથમ ભાગ—વડાદરા રાજ્યે સ્ટેટની લાઇબ્રેરીઓ માટે ખરીદવા મજૂર કરેલ છે અને વિદ્યાધિકારી કચેરી તરફથી પાંચ પ્રતા ખરીદવામાં આવી છે. આ અમૂલ્ય ગ્રન્થને બીજે ભાગ આશરે એક દ્વાર પૃષ્ટને છપાઇ તૈયાર થયો છે જે થોડા સમયમાં પ્રકટ થશે. તેને ઐતિહાસિક વિભાગ પણ લગભગ છપાઇ રહ્યો છે. પવિત્ર તીર્થ ભૂમિને લગતા તેમજ ઐતિહાસિક બાબતાને લગતા બ્લેક ફોટા પણ મૂકવાની તજવીજ ચાલે છે. જેમા પાસે તેવા બ્લોક તૈયાર ડાય તેમણે અમને મોકલી આપવા કૃપા કરવી. ઉપયોગ પૂરો થયે પાછા મેકલારો તથા દરેક ‘પ્રીન્ટ’ ની નીચે By Courtesy of...એમ છપાશે. આ પુસ્તકની સાઇઝ ક્રાઉન સોળપેન્ડ છે. શ્રી તપગચ્છ સંઘ રાજકોટ——તરફથી પ્રતિવર્ષ માફક શ્રી સંધના સુકૃત ભંડાર ક્રૂડના રૂા. ૨૪ાા) પાણી પચીસ સંસ્થાને મેકલી આપવામાં આવ્યા છે. સ્વીકાર અને સમાલાચના. જૈન ચિત્રકળાના નન્નુના:-(૧) શ્રી તેમનાથ પ્રભુના લગ્નને વધેડા. (૨) શ્રી મહાવીર સ્વામીના સમવસરણની રચના. (૩) શ્રી ત્રિશલા માતાને આવેલ ચૌદ સ્વપ્ન. ત્રણે ચિત્રા વિવિધ રંગોથી ભરપુર આકર્ષક છે. જિનાલય અથવા અન્ય પવિત્ર સ્થળે રાખવા યોગ્ય છે. કિં. અનુક્રમે બાર, બાર અને આઠ આના. પ્રાપ્તિસ્થાન નથમલજી ચારડીઆ, ૯૪, સીતપુર રોડ, કલકત્તા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય-પંદરમો વાર્ષિક રિપોર્ટ, સમગ્ર ભારતના જૈન વિદ્યાર્થીઓને ધાર્મિક તથા વ્યવહારિક ઉચ્ચ કેળવણી માટે સાધનરૂપ આ સંસ્થા તે દિશામાં જે પ્રગતિ કરી રહી છે તે અનુકરણીય છે. આ સંસ્થાની પ્રગતિ માટે સ્થિતિ સંપન્ન ગૃદુસ્થાએ તન, મન, ધનથી પૂર્ણ સદ્ઘાય આપવી જોઇએ, પ્રાપ્તિસ્થાન—ગાવાલીઓ ટ્રેક, મુંબઈ છે. —શ્રી ગેાધારી વિ. શ્રી. જૈન દવાખાનાના ૧૯૮૫૧૯૮૬ ના રિપોર્ટ :—મુંબઇના જૈન સમાજના આરોગ્ય માટે રાહત આપનાર આ ચિકિત્સાલયમાં જૈન તેમજ જૈનતરા સારા લાભ લે છે. આરેાગ્યના સંરક્ષણ કરતા આવા દ્વાખાનાની જરૂરીઆત હાઇ તેને સહાય આપવા સમાજની ફરજ છે. આરોગ્યતાના જ્ઞાનપ્રચારાર્થેસીનેમા અને ભાષણા દ્વારા પ્રયત્ન ઉત્તમ છે. —જૈન પ્રકાશ ( રાષ્ટ્રીય અંક ) રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં જૈન ધુઓ જેમણે જેલ સ્વીકારી ભેગ આપેલ છે તેમની છીએ અને વિવિધ લેખા આપવામાં આવેલા છે. જૈન સમાજની સેવાને ઉલ્લેખ કરવામાં અને રાષ્ટ્રીય ભાવનાને પોષવાના પ્રયાસ સ્તુત્ય ગણાય.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176