________________
જૈન શાસનના ચમકતા સિતારા - ૧૬
શ્રીમતીને આ કાવતરાની ગંધ પણ નહોતી. તે પ્રતિદિન નવકારમંત્રનું સ્મરણ કરતી. આજે પણ નવકારમંત્રનું સ્મરણ કરતાં કરતાં તે અંધારી કોટડીમાં ગઈ, ઘડાનું ઢાંકણું ખસેડી ઘડામાં હાથ નાખી તે પુષ્પની માળા લઈને પતિ પાસે આવી.
નવકાર મંત્રના પ્રભાવથી શાસનદેવીએ ઘડામાંથી સાપને ખસેડી પુષ્પની માળા ગોઠવી દીધી હતી. આ દૃશ્ય જોતાં જ ચકિત બનેલા તેના પતિએ બધા માણસોને એકત્ર કરીને બનેલો બનાવ કહી સંભળાવ્યો. આ પ્રભાવથી ઘરના બધા માણસો શ્રીમતીના ચરણમાં પડ્યા અને પોતાના દુષ્ટાચરણની માફી માગી.
શ્રીમતીએ જણાવ્યું કે “આપ સર્વે તો મારા પૂજ્ય છે. મારું કહેવું એટલું જ છે કે તમો સન્માર્ગે વળો; શુદ્ધ જૈનધર્મનું આચરણ કરો અને પ્રતિદિન નવકાર મંત્રનું સ્મરણ કરો.” તુષ્ટ બનેલાં સાસુ-સસરાએ મોટો મહોત્સવ કર્યો અને પોતાનું દ્રવ્ય ધર્મકાર્યોમાં વાપરવા માંડ્યું. શ્રી વિનયવિજય મહારાજે પુન્યપ્રકાશના સ્તવનમાં જણાવ્યું છે કે :
શ્રીમતીને એ વળી મંત્ર ફળ્યો તત્કાળ ફણીધર ફીટીને પ્રગટ થઈ ફુલમાળ..
: ધર્મ માનવની શોભા : દાંત નિાનો હાથી, વેગ વિનાનો ઘોડો, ચંદ્ર વિનાની રાત્રિ, મીઠા વિનાનું ભોજન, ગુણ વિનાનો પુત્ર, ચારિત્ર વિનાનો યતિ, સુગંધ વિનાનું પુષ્પ, પાણી વિનાનું સરોવર, છાયા વિનાનું વૃક્ષ અને દેવ વિનાનું મંદિર, જેમ શોભાને પામતાં નથી તેમ ધર્મ વિનાનો મનુષ્ય પણ શોભાને પામતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org