________________
જન શાસનના ચમકતા સિતારા ૦ ૧૪
આ બધા કારસ્તાન પરથી શિવકુમાર સમજી ગયો કે પોતે ભયંકર આફતમાં સપડાયો છે. ત્રિદંડી પોતાનો ભોગ લેવા માગે છે. ભયંકર સ્મશાન, કાળી અંધારી રાત્રી, ક્રૂર ત્રિદંડી, ઉઘાડી તલવારે ઊભું રાખેલું શબ અને ત્રિદંડીનો મંત્રોચ્ચાર.. આ બધું જોઈ શિવકુમાર પોતાનું મૃત્યુ પાસે જ છે તેમ સમજી ગયો. આ સમયે પિતાની શિખામણ તેને યાદ આવી અને તે એક ચિત્તથી નવકાર મંત્રનું સ્મરણ કરવા લાગ્યો. ત્રિદંડીના મંત્રપ્રભાવથી તે શબ તલવાર લઈ શકાના સૂતરના તાર તોડવા આગળ ચાલે છે પણ નવકારમંત્રના પ્રભાવથી તે આગળ વધી શકતો નથી. આ પ્રમાણે બે-ચાર વખત થવાથી શંકાશીલ પરિવ્રાજકે શિવને પૂછ્યું : “શું તું કોઈ પણ જાતનો મંત્ર જાણે છે?” શિવકુમારને ખબર નથી કે પોતાના નવકાર મંત્રના સ્મરણથી પરિવ્રાજકનો મંત્ર નિષ્ફળ થાય છે. તેણે ભોળાભાવથી કહ્યું : “હું કંઈ પણ જાણતો નથી.”
બન્ને જણ પોતપોતાના મંત્રો યાદ કરતા રહ્યા. ત્રિદંડીના મંત્રબળથી મડદામાં અધિષ્ઠિત થયેલ વૈતાલ શિવકુમારને કંઈ પણ ઉપદ્રવ કરી શક્યો નહીં. શિવકુમારના સ્થિર ચિત્તના નવકારના મંત્રજાપથી તેનું પરિબળ વધ્યું એટલે કંટાળેલા વૈતાલે તે ત્રિદંડીને જ ઊંચકીને હોમમાં ફેંકી દીધો. જેથી તેમાંથી સુવર્ણ પુરુષ ઉત્પન્ન થયો.
શિવકુમારને આવો બનાવ જોઈ અતિ આશ્ચર્ય થયું. પોતાના મંત્રજાપનું જ આ પ્રત્યક્ષ પરિણામ જોઈ તે અતિ આનંદિત થયો. તેણે નીચે ઊતરીને સુવર્ણ પુરુષને ભૂમિમાં ગુપ્તપણે દાટી રાખી દીધો. તેમાંથી થોડું થોડું સુવર્ણ મેળવી અલ્પ સમયમાં જ તે મહાશ્રીમંત બની ગયો.
તેને ધર્મનો પ્રભાવ બરાબર સમજાયો હતો એટલે તેણે પોતાનું દ્રવ્ય સન્માર્ગોમાં વાપરવા માંડ્યું અને છેવટે નવકાર મંત્રની પ્રતિદિન ભાવપૂર્વક આરાધના કરી સદ્ગતિનો મહેમાન બન્યો.
અહિંસા એ જ અમૃત છે; અપરિગ્રહ એ જ અમીરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org