________________
[૨]
શ્રીમતી
પોતનપુરમાં સુવ્રત શ્રેષ્ઠીને શ્રીમતી નામની સદ્ગણી પુત્રી હતી. ધર્મશાસ્ત્રના અભ્યાસથી તે તત્ત્વના મર્મને પણ જાણતી હતી. તેમ જ તેનો આચાર પણ શુદ્ધ હતો. જેમાં શ્રીમતી ધર્મમાં પ્રવીણ હતી તેમ ગૃહકાર્યમાં પણ પ્રવીણ હતી. તેનામાં રૂપ તેમ જ ગુણનો સુમેળ હતો. તે જ નગરમાં એક મિથ્યાષ્ટિ શ્રેષ્ઠી પુત્ર હતો. તેણે શ્રીમતીના હસ્તની માગણી કરી. સુવ્રત શ્રેષ્ઠીએ પ્રથમ તો ઈનકાર કર્યો, પરંતુ તે શ્રેષ્ઠી પુત્રે પોતે અતિશય ધર્મી હોવાનો અને જૈનધર્મ પર પ્રીતિ હોવાનો આડંબર કરવા માંડ્યો. છેવટે બહુ સમજાવવાથી સુવ્રત શ્રેષ્ઠીએ શ્રીમતીને તેની સાથે ધામધૂમપૂર્વક પરણાવી.
પરણીને સાસરે આવ્યા બાદ શ્રીમતીનો ગૃહ-વ્યવહાર થોડો વખત તો શાન્તિપૂર્વક ચાલ્યો પરંતુ ત્યાર બાદ શ્રીમતી ચુસ્ત જૈનધર્મ પાળતી હોવાના કારણે તેની નણંદ વગેરે કોઈ ને કોઈ કારણ બતાવી તેના ઉપર ગુસ્સો દર્શાવવા લાગ્યાં. શ્રીમતી તેનું કારણ સમજી ગઈ છતાં નિશ્ચળ ચિત્તથી ધર્મનું પાલન કરતી. ધીમે ધીમે તેનો પતિ તેનાથી વિમુખ થવા લાગ્યો. તેનાં સાસુ-સસરા પણ તેના પ્રત્યે ઓછો આદર બતાવવા લાગ્યાં, છતાં, શ્રીમતી તો નિશ્ચળ મને ધર્મનું આરાધન કરતી, સાથેસાથે ગૃહકાર્યોમાં જરા પણ ખામી આવવા દેતી નહીં.
તેનાં સાસુ-સસરાએ પોતાના પુત્રને બીજી સ્ત્રી પરણાવવાનો ઘાટ ઘડવા માંડ્યો, પણ શ્રીમતીની હાજરીમાં તેમ કેમ બની શકે? એકદા ઘરના સર્વ માણસોએ એકાંતમાં મળી એક પ્રપંચ રચ્યો. ઘરની અંધારી કોટડીમાં એક ઘડામાં મોટો ભયંકર સર્પ મૂકીને તે ઘડાનું ઢાંકણું ઢાંકી દીધું. પછી સમય જોઈને તેના પતિએ શ્રીમતીને આદેશ કર્યો કે પેલી ઓરડીમાં પડેલા ઘડામાંથી તું પુષ્પની માળા લઈ આવ, પૂજા માટે તેનો ઉપયોગ કરવાનો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org