________________
થતાં પૂજ્ય મુનિરાજ શ્રી ભદ્રસેન વિજયજી મહારાજે તેમના પ્રેરણામૂર્તિ ગુરુદેવના અધૂરાં રહેલા કાર્ય માટે જરૂર સહાય રૂપ થવા અનુમિત આપેલ. તેમ જ પૂજ્ય મુનિરાજશ્રી મિત્રાનંદસાગરજી મ. એ પ્રેરણું કરી કે આ મેટર પરમ પૂજ્ય પન્યાસ શ્રી અભય સાગરજી ગણીવર્યને વાંચી આપવા વિનંતી કરવી. આમ આ ચોથા ભાગના પ્રકાશનનાં ચક્રો ગતિમાન બન્યાં.
ખેદની વાત છે કે પૂજ્ય ત્રિપુટીની ચિરવિદાય પછી આ કાર્ય ખોરંભે પડ્યું, એમની સાહિત્ય પ્રવૃત્તિ આગળ વધારવામાં આવી હોત તે જનધર્મના દરેક પ્રકારના સાહિત્ય વિષયક ગ્રંથનો ઇતિહાસ આજે કંઈક જુદો જ હોત. તેઓશ્રીએ વર્તમાનના દરેક પ્રકારના સાહિત્ય-લેખન પ્રકાશનનું ઊંડું ખેડાણ કરેલ છે. તેમાં પણ પૂજ્ય ત્રિપુટીએ ઈતિહાસને જે વિરાટ ચોગદાન અને પ્રદાન છે કરેલ એ તરફ અત્યાર સુધી જે દુર્લય સેવાયું છે એ સાચે જ એક દુઃખદ ઘટના છે. આ વાત મારા પૂજ્ય પિતાશ્રી ગુલાબચંદ દેવચંદ ( “જૈન” સાડતાહિકના તંત્રી)ને કાયમ ખટક્યા કરતી હતી. તેઓ શ્રી ત્રિપુટીના વિશેષ પરીચયમાં હોઈ તેમ જ ત્રિપુટીની ઈતિહાસ પ્રત્યેના ગદાનની જાણકારી હોઈ જન ઈતિહાસની ઉપયોગીતા જણાવી, ને પ્રકાશન થાય તેવા પ્રયત્નો કરવા જણાવેલ. આથી મુરબી શ્રી રતિલાલ (કાકા) દીપચંદ દેસાઈને મેટર જેવા જણાવેલ પરંતુ તેમણે શ્રી. આ ક૦ની પેઢીનો ઈતિહાર લખવામાં વ્યરત હોઈ તેમ જ તબીયત બરાબર રહેતી ન હોઈ, બીજે વંચાવી છપાવવા જણાવેલ, ત્યારે ઘણાને વાત કરતા તેનો પ્રતિભાવ ઓછો પડેલ. પરંતુ જૈન “ધર્મલાભ”ના કાર્ય માટે પાલીતાણું જતાંઆવતાં પૂજ્ય પન્યાસ શ્રી અભયસાગરજી મહારાજ સાહેબને આ કાર્ય માટે વિનંતી કરતા જ તેઓશ્રીએ ઘણું જ ઉત્સાહથી આવા ઇતિહાસના કાર્યની ઉપયોગિતા સમજી, ઘણા જ કાર્યોની જવાબદારી, છ-છ કલાક આગમ વાચના અને તબીયતની પ્રતિકૂળતા હોવા છતાં સંપૂર્ણ મેટર જોઈ આપવા જણાવ્યું. આથી અમારામાં વિશેષ ઉત્સાહ પ્રગટો. શરૂઆતમાં તો તેઓશ્રીએ પ્રફ જઈ આપવા પણ ઉત્સાહ બતાવેલ. પરંતુ પ્રેસની અનુકુળતા ખાતર પ્રફની વ્યવરથા અલગ ગોઠવવી પડેલ. આ કારણે કોઈ અશુદ્ધિ રહી જવા પામેલ હોઈ તે મને ક્ષમા કરશે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org