________________
[૪] માટે ઉત્તમ શ્રાવક તરીકે બહુમાનનાં બીજ રોપાયાં અને પછી તો દિનપ્રતિદિન તેમનો ધર્મ–પરિચય વૃદ્ધિ પામતાં તેમની શાસન ઉપરની અવિચલ શ્રદ્ધા, બ્રહ્મચર્ય વગેરે વિરતિધર્મની આરાધનાનો અજોડ પ્રેમ, જીવનમાં બાહ્ય તપ તેમ જ અત્યંતર તપ માટેનું બહુમાન, નાનામાં નાના સાધુ માટે પણ દિલને અસાધારણ પૂજ્યભાવ, વિનય, વિવેક, સાદાઈ અને સરલતા વગેરે સગુણો માટે ગુણાનુરાગમાં ક્રમે ક્રમે વૃદ્ધિ થતી ગઈ તેમની શાસ્ત્રીય પ્રશ્નાવલીથી મારા ક્ષપશમમાં પણ ઘણી વૃદ્ધિ થવાને વેગ મને પ્રાપ્ત થયો. " શ્રી ફતેહચંદભાઈના જીવનમાં આ ધાર્મિક સંસ્કારોના બલનું મુખ્ય કારણ તેમના ધર્મપરાયણ પિતા ઉપરાંત પરમપૂજ્ય પં. શ્રી ગંભીરવિજયજી મહારાજ, પરમપૂજ્ય શાસનસમ્રા નેમિસુરીશ્વરજી મહારાજ, પરમપૂજ્ય આગદ્દારક સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ વગેરે મહાત્માઓ પાસે શાસ્ત્રશ્રવણ અને શાસ્ત્રાભ્યાસ છે. બાલ્યવયથી જ આપણું ફતેહચંદભાઈને આ પુણ્ય પુરૂષોને સત્સંગ થતાં સંસ્કારોની ખીલવણી કરવાને સુગ મળે છે. અને પછી તો ભાવનગર હતા ત્યાં સુધી ભાવનગરમાં અને મુંબઈ આવ્યા ત્યારથી મુંબઈમાં કોઈપણ પૂજ્ય સાધુ ભગવંતના પરિચયથી એ વંચિત રહ્યા નથી. મુંબઈમાં જ્યાં જ્યાં ગીતાર્થ અને વિદ્વાન સાધુઓનાં પ્રવચન ચાલતા હોય ત્યાં ત્યાં નજીક કે દૂરના ઉપાશ્રયમાં ફતેહચંદભાઈની હાજરી અવશ્ય હોય જ. તેમને ભજન વિના હજુ ચાલે પણ દેવાધિદેવનાં દર્શન-પૂજન અને સગુને વ્યાખ્યાન શ્રવણ સિવાય ન ચાલે. પ્રભુભકિત અને જ્ઞાનોપાસના એ તો એમનું નિત્ય ભોજન બની ગયું છે. આજે પોણોસો વર્ષ ઉપરાંત તેમની ઉંમર છે. છતાં પુન્યોદયે તંદુરસ્તી સારી છે અને નિરંતર વ્યાખ્યાનશ્રવણું વગેરે ધર્મ આરાધનાને લાભ તેમના જીવનમાં અખંડિતપણે ચાલુ છે. )
જેન શાસનમાં ફરમાવેલા બાહ્ય-અત્યંતર ધર્મને સર્વ અંગઉપાંગ પ્રતિ ફતેહચંદભાઈને સંપૂર્ણ આદર અને યથાશક્તિ અમલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org