Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 9
________________ SOCSC જ્ઞાનધારા 0 0 એમાં બધા પ્રકારની પ્રાકૃતને લગતું વ્યાકરણ આપ્યું. તેમણે સ્વરચિત કૃતિઓ પર વિસ્તૃત સ્વોપજ્ઞ ટીકા લખી છે. લુપ્ત થયેલા સાહિત્યમાંથી અનેક અવતરણો ટાંકીને એમણે લોકસાહિત્યની હૃદયસ્પર્શિતાનો સર્વપ્રથમ સંકેત આપ્યો. અનુગામીઓને માટે ગહન વિષયને સુગમ રીતે આયોજનબદ્ધ પદ્ધતિએ આલેખવાનો આદર્શ તેમણે પૂરો પાડ્યો એમ કહી શકાય. તેમની આ ખાસિયત વિશદ્ ભાષા, પ્રાસાદિક શૈલી અને વિષયોનો સર્વગ્રહી પરિચય આપતા મીમાંસાગ્રંથોમાં ખાસ ધ્યાન ખેંચે છે. “સિદ્ધહેમશબ્દાનુશાસન’, ‘ક્રયાશ્રય મહાકાવ્ય કે ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત જેવા વિશાળકાય ગ્રંથો તો એમના પ્રતિભાતંભ જેવા છે, પણ અન્યયોગવ્યવચ્છેદદ્વત્રિશિકા' જેવા બત્રીસ શ્લોકના નાના સ્તુતિકાવ્યમાં પણ એમની પ્રતિભાનાં સ્કુલ્લિંગોનો સ્પર્શ થયા વિના રહેતો નથી. ગુજરાતની લૂખીસૂકી ભૂમિ પર હેમચંદ્રાચાર્યે આમ સરસ્વતીનો ધોધ વહેવડાવ્યો અને ભવિષ્યમાં ઊઘડનારી ગુજરાતી ભાષાનાં બીજને તત્કાલીન બોલાતી ભાષાના જલસિંચન સાથે જ્ઞાન, વિદ્વત્તા, શાસ્ત્રીયતાનો પુટ ચડાવ્યો એ મોટા સદ્ભાગ્યની વાત છે. મૈત્રકવંશનો રાજા ગુહસેન સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ – એમ ત્રણેય ભાષામાં રચના કરતો હતો તેવા ઉલ્લેખો સાંપડે છે. શ્રી હેમચંદ્રાચાર્યના આ ત્રણે ભાષામાં રચાયેલા ગ્રંથો તો મળે છે, પણ એથીય વિશેષ તેમણે આ ત્રણેય ભાષાના કોશ અને વ્યાકરણ રચીને અનન્ય અભ્યાસસાધન સુલભ કરી આપ્યું. આને પરિણામે જૈનેતર વિદ્વાનોમાં પણ શ્રી હેમચંદ્રાચાર્યની કૃતિઓ આદર પામી. છંદશાસ્ત્રના ટીકાકાર હલાયુધ જેવા તો શ્રી હેમચંદ્રાચાર્યની કૃતિઓના સીધેસીધા ગ્રંથસંદર્ભો જ ટાકે છે. " સાહિત્ય અને ઈતિહાસ, શાસ્ત્ર અને કળા, વ્યાકરણ અને તર્ક, ધર્મ અને વ્યવહાર, સાધુતા અને સરસતા તથા રાજા અને પ્રજા એમ વિભિન્ન સ્તરે સહજ સમન્વય સાધી બતાવનાર સંસ્કારશિલ્પી એટલે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચં. આથી જ ધૂમકેતુ એમના શ્રી હેમચંદ્રાચાર્ય (પૃ. ૭-૮)માં નોંધે છે - શ્રી હેમચંદ્રાચાર્ય વિના ગુજરાતી ભાષાનો જન્મ કલ્પી શકાતો નથી; એમના વિના વર્ષો સુધી ગુજરાતને જાગ્રત રાખનારી સંસ્કારિતા કલ્પી શકાતી નથી અને એમના વિના ગુજરાતી પ્રજાનાં ખાસ લક્ષણો - સમન્વય, વિવેક, અહિંસા, પ્રેમ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 284