Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 8
________________ ©©©©©©©©© કલિકાલસર્વજ્ઞ શ્રી { આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પદ્મશ્રી ડૉ. હેમચંદ્રાચાર્યનો વિરાટ કુમારપાળ દેસાઈ દેશ વિદેશમાં જૈન ધર્મ પર પ્રતિભાપુંજ મનનીય પ્રવચનો આપે છે છે પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ અને તેમણે જૈન સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના વિપુલ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના વિરાટ 1 ગ્રંથોનું સર્જન અને સંપાદના પ્રતિભાપુંજમાંથી પ્રગટતા પ્રકાશથી અનેક ક્ષેત્રોમાં કર્યું છે. અજવાળાં પથરાયાં છે. ગુજરાતી ભાષાનું પ્રભાત કાલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યથી ઊઘડે છે. ગુજરાતની અસ્મિતાના એ પ્રથમ છડીદાર. ભારતભરના સારસ્વત દિગ્ગજોની પંક્તિમાં સ્થાન ધરાવે તેવો ગુજરાતી વિદ્વત્તાનો અપ્રતિમ માનદંડ શ્રી હેમચંદ્રાચાર્યથી સ્થપાય છે. આથી સવાલ એ જગે છે કે એમને જ્યોતિર્ધર કહેવા કે યુગપ્રવર્તક ગણવા? મહાસમર્થ સારસ્વત કહેવા કે જીવનકલાધર કહેવા? સમન્વયદષ્ટિ ધરાવતા મહાન આચાર્ય ગણવા કે પછી ભરપૂર ગુજરાતી પ્રજાની સૂતેલી અસ્મિતાને જગાડનારા લોકનાયક કહેવા? શ્રી હેમચંદ્રાચાર્યની શ્રુતપ્રભાવનાનું વિષયવૈવિધ્ય આશ્ચર્યકારક લાગે છે. કાવ્ય, ન્યાય કોશ, યોગ, છંદ, અલંકાર ઈતિહાસ, પુરાણ અને વ્યાકરણ - એમ અનેક વિષયો પર એમણે શાસ્ત્રીય પાંડિત્યપૂર્ણ ગ્રંથોની રચના કરી છે. આ ગ્રંથોમાંથી એ પણ ખયાલ આવે છે કે તેઓ મંત્ર, તંત્ર, શિલ્પ, વૈદક, યંત્ર, જ્યોતિષ, યુદ્ધશાસ્ત્ર, વસ્પતિવિદ્યા, સામુદ્રિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, રત્નવિદ્યા વગેરે અને મર્મગામી ભાવયિત્રી પ્રતિભા વિના આટલું વિપુલ અને સત્ત્વશીલ સાહિત્ય એક વ્યક્તિના જીવનકાળ દરમિયાન સર્જાવું લગભગ અશક્ય છે. વિદ્યાભ્યાસ, વિચારોની વિશદતા જાળવીને વિષયની સચોટ અને સાંગોપાંગ ચર્ચા થાય તેવી ઓજસ્વી આલેખનારીતિનું આયોજન એમણે કરેલી ગ્રંથરચનામાં સામાન્યતયા જોવા મળે છે. સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત, અપભ્રંશ અને દેશ્ય ભાષાના વાડ્મયમાં પણ એમની લેખિનીએ સહજ વિહાર કરેલો છે. એમનું પ્રાકૃત વ્યાકરણ તો સમગ્ર ભારતીય વાડ્મયમાં એ વિષયના અપૂર્વ અને અનન્ય ગ્રંથ તરીકે આદર પામ્યું છે. તેમણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 284