________________
જ્ઞાનપંચમી
વિશાળ જ્ઞાનભંડારોના હેરફેરનું આ કાર્ય સદાય અમુક વ્યક્તિને કરવું કંટાળાભર્યું તેમ જ અગવડકર્તા થાય એમ જાણું કુશળ શ્વેતાંબર જૈનાચાર્યોએ કાર્તિક શુકલ પંચમીના દિવસને આ કામ માટે નિયત કર્યો અને આ દિવસે સ્વાભાવિક રીતે પ્રાપ્ત થતી જ્ઞાનભકિતનું માહાસ્ય સમજાવી આ તિથિનું માહામ્ય વધારી દીધું અને લોકોને જ્ઞાનભક્તિ તરફ આકર્ષા. લોકે પણ આ દિવસને માટે પોતાના ગૃહવ્યાપાર આદિને ત્યાગ કરી પૌષધ (નિયમવિશેષ) ગ્રહણપૂર્વક જ્ઞાનભક્તિના પુણ્યકાર્યમાં પોતાનો ફાળો આપવા લાગ્યા. આ દિવસે જ્ઞાનદર્શન-પુસ્તકનિરીક્ષણ અને જ્ઞાનભક્તિને અપૂર્વ લાભ મળવાથી આ દિવસને-કાર્તિક શુકલ પંચમીના દિવસને-“જ્ઞાનપંચમી તરીકે ઓળખવામાં આવે છે.
આજકાલ તાંબર જૈનોની વસ્તીવાળાં ઘણાંખરાં ગામ-નગરોમાં આ દિવસે જે જ્ઞાનસ્થાપના કરવામાં આવે છે, તે આ પરિપાટીના સ્મરણચિહ્નરૂપે જ કરવામાં આવે છે. અહીં એમ કહેવું જ જોઈ એ કે, જેમ જનતા દરેક બાબતમાં “સાપ ગયા અને લીસોટા રહ્યા” એ નિયમાનુસાર દરેક રીત-રિવાજોમાંથી મૂળ ઉદ્દેશીને કિનારે મૂકી બાહ્ય આડંબરમાં ખેંચી જાય છે, તેમ આ તહેવારને અંગે પણ થયા સિવાય રહ્યું નથી. અર્થાત આ તહેવારને દિવસે પુસ્તક ભંડાર તપાસવા, તેમાંને કચરો સાફ કર, હવાઈ ગયેલ પુસ્તકોને તડકે દેખાડવો, ચેટી ગયેલ પુસ્તકને ઉખાડી સુધારી લેવાં, પુસ્તકસંગ્રહમાં જીવાત ન પડે તે માટે મૂકેલ ઘોડાવજ આદિની પોટલીઓને બદલવી આદિ કશું જ કરવામાં આવતું નથી. એટલે અત્યારે તો આ તહેવાર નામશેષ થયા જેવો જ ગણાય. ચહાય તેમ છે, તોપણ જે સમર્થ પુરુષોએ આ તહેવાર ઊભો કરવા માટે પોતાની જ્ઞાનશક્તિનો ઉપયોગ ઍ, તેઓ તે ખરે જ દીર્ધદશ જ હતા એમ કહ્યા સિવાય આપણે રહી શકીશું નહિ.
[એક જિજ્ઞાસુ બહેન માટે વિ. સં. ૧૯૮૬માં લખાયેલો અપ્રકાશિત લેખ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org