Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
20
૧૪ થી ૧૮ બત્રીસીનો ટૂંકસાર
द्वात्रिंशिका
પડે છે. વૃત્તિ = મન, વચન અને કાયાની પ્રવૃત્તિ. તથા મનની વૃત્તિ ત્રણ પ્રકારે છે. (૧) સંકલ્પ વિકલ્પ છોડનારું મન, (૨) સમતામાં પ્રતિષ્ઠિત મન અને (૩) સ્વભાવમાં લીન મન. મનગુપ્તિના પણ આજ ત્રણ પ્રકાર છે. આમ વૃત્તિરોધ પાંચ પ્રકારે થશે. તેમાંથી અધ્યાત્મ વગેરે ચાર યોગ પ્રથમ બે પ્રકારની મનોગુપ્તિમાં આવશે. અને વૃત્તિસંક્ષય ત્રીજી મનોગુપ્તિમાં આવશે. આ રીતે અન્ય = સમિતિ, ગુપ્તિ વગેરેનો પણ યોગમાં અંતર્ભાવ વિચારી લેવાની ગ્રંથકારશ્રી ભલામણ કરે છે. (ગા.૨૫ થી ૩૦)
-
•
જૈનદર્શનમાં સમિતિ- ગુપ્તિથી ભિન્ન ‘યોગ’ નામનો કોઈ પદાર્થ માન્ય નથી. એવું ગ્રંથકારશ્રી ભારપૂર્વક જણાવે છે. આ એક નોંધપાત્ર ઉલ્લેખ છે.
અધ્યાત્મ વગેરે યોગોને ૧ થી ૪ ગુણસ્થાનક સુધી યોગની પૂર્વસેવા રૂપે જાણવા. પછી તેને યોગ રૂપે જાણવા. આમ પાંચ પ્રકારના યોગ પરમાનંદ સ્વરૂપ સર્વોત્તમ ફળને આપે છે. (ગા.૩૧-૩૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org