Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
અનુકંપ્ય_પ્રકારક બુદ્ધિથી તે તે બુદ્ધિપૂર્વક અનુક્રમે સુપાત્રદાન કરવાથી અને અનુકંપાદાન કરવાથી અતિચારનું આપાદન થાય છે. આ પ્રમાણે સમજાવી શકાય. કહેવાનો આશય એટલો જ છે કે અનુકંપાપાત્રની ભક્તિ ન હોય અને ભક્તિપાત્ર સાધુભગવંતાદિ સ્વરૂપ સત્પાત્રની અનુકંપા ન હોય. અન્યથા એવું કરનારને અતિચાર લાગે છે.
જો કે અનુકંપાપાત્ર અસંયતિ જીવોમાં સુપાત્રત્વની બુદ્ધિ કરવાથી એ બુદ્ધિ મિથ્યા હોવાથી અતિચારનું કારણ બને એ સમજી શકાય છે, પરંતુ સંયતિ એવા સુપાત્રમાં અનુકંપ્યત્વની બુદ્ધિ મિથ્યા ન હોવાથી તેને અતિચારનું કારણ તરીકે માનવાનું કોઈ પણ રીતે ઉચિત નથી. કારણ કે પૂ. સાધુભગવંતો જ્યારે ગ્લાન (બિમાર) હોય અથવા તો વિહારાદિ વખતે ભૂખ્યા તરસ્યા હોય ત્યારે તેઓશ્રીમાં દુઃખ હોય છે. એ દુઃખનો ઉદ્ધાર કરવાની દાતાને ઇચ્છા હોય છે. તેથી સ્વ(દાતા)ને ઇષ્ટ એવા દુઃખોદ્ધારનો પ્રતિયોગી જે દુઃખ છે તેનો આશ્રય પૂ. સાધુ-સાધ્વી વગેરે સત્પાત્ર છે અને તેમાં દુઃખાશ્રયતા રહી છે, તે સ્વરૂપ જ અનુકંપ્યત્વ છે. જેનો ઉદ્ધાર કરવાનો હોય તેને તેનો પ્રતિયોગી કહેવાય છે. દુઃખના ઉદ્ધારનો પ્રતિયોગી દુઃખ છે. આથી સમજી શકાશે કે પોતાને ઇષ્ટ એવા દુઃખોદ્ધારના પ્રતિયોગી એવા દુઃખના આશ્રય સ્વરૂપ અનુકંપ્ય તો સત્પાત્ર પણ છે. તેથી સત્પાત્રમાં અનુકંપ્યત્વની બુદ્ધિ મિથ્યા નથી, તો સત્પાત્રમાં અનુકંપ્યત્વની બુદ્ધિને અતિચારનું કારણ માનવાનું ઉચિત કઈ રીતે ગણાય ?
તોપણ પૂ. સાધુભગવંતોમાં પોતાની (દાતાની) અપેક્ષાએ હીનત્વ(હલકાપણું) ન હોવાથી સ્થાપેક્ષા રીનવિશિષ્ટતાદૃશવાશ્રયત્ન સ્વરૂપ અનુકંપ્યત્વ પ્રામાણિક ન હોવાથી કોઈ દોષ નથી. કહેવાનો ભાવ એ છે કે અનુકંપ્ય (અનુકંપાપાત્ર) તેને કહેવાય છે, કે જેમાં પોતાને ઈષ્ટ એવા દુઃખોદ્ધારના પ્રતિયોગી એવા દુઃખનું આશ્રયત્વ હોય અને પોતાની અપેક્ષાએ હીનત્વ પણ હોય. સત્પાત્રમાં તેવા પ્રકારના દુઃખનું આશ્રયત્વ હોવા છતાં દાતાની પોતાની અપેક્ષાએ હીનત્વ નથી. કારણ કે દાતાની અપેક્ષાએ પૂ. સાધુભગવંતાદિ સત્પાત્ર ઊંચા છે, હલકા નથી. તેથી આવા સત્પાત્રમાં ઉપર જણાવ્યા મુજબના અનુકંપ્યત્વની બુદ્ધિ મિથ્યાસ્વરૂપ જ છે. અને આથી જ તે અતિચારનું કારણ બને છે. આથી સ્પષ્ટ છે કે “અન્યથાથીતુ વાતનેતિવારસા ' - આ પ્રમાણે જણાવવામાં કોઈ દોષ નથી.
બીજા લોકોનું આ વિષયમાં એમ કહેવું છે કે – સામાન્ય રીતે પોતાને ઇષ્ટ એવા દુઃખોદ્ધારના પ્રતિયોગી એવા દુઃખના આશ્રયને જ અનુકંપ્ય કહેવાય છે. એમાં પોતાની અપેક્ષાએ હીનતાનું જ્ઞાન થવું જ જોઈએ - એ જરૂરી નથી. આવા પ્રકારનું અનુકંપ્યત્વનું જ્ઞાન સત્પાત્રમાં થાય તોપણ દોષ નથી. દોષ ત્યારે આવે છે કે જ્યારે સુપાત્ર (સત્પાત્ર) એવા સાધુભગવંતોની સાથે સહવાસાદિ દોષને લઇને તેઓશ્રીમાં હીનત્વની બુદ્ધિને અનુકંપ્યત્વ ઉત્પન્ન કરે; ત્યારે આવી અનુકંપ્યત્વની બુદ્ધિ અતિચારનું કારણ બને છે. જયારે અનુકંપ્યત્વબુદ્ધિ હીનત્વની બુદ્ધિને ઉત્પન્ન એક પરિશીલન