________________
EU101 Elfus, KERURUFUFURURURURURLAUFURURUAN
આપણા હાથમાં આત્મભાવને સમજ્યા પછી આટલું જ હથિયાર રહે છે કે આસક્તિ વિના, તેના ફળની ઇચ્છા વિના યોગ્ય કાર્ય કરતા જ રહેવું અને જે ઉદય આવે તેને રાગ દ્વેષ કે હર્ષશોકના પરિણામ કર્યા સિવાય સમભાવે ભોગવતા રહેવું. અહંભાવ જ કર્મબંધનું મુખ્ય અને અટલ કારણ છે આ સંબંધમાં આચારાંગસૂત્રમાં કહ્યું છે કે -
अकरिस्सं चहं काराविस्सं चहं करओ यावि समणुन्ने भविस्सामि एयावंति सव्वावंति लोगंसि कम्मसमारंभा परिजाणियव्वा भवंति ।
8888888888
હું કરીશ, હું કરાવીશ, હું બીજા કરનારને સારું માની અનુમોદન આપીશ એટલા જ માત્ર આખા લોકમાં કર્મ બાંધવાના કારણરૂપ ક્રિયાઓના ભેદો જાણવાના છે.
સર્વથા આ કર્મ આવવાના રસ્તાઓ બંધ થઈ શકે તેમ છે કે નહીં ? જવાબમાં તો આટલું જ કહેવું બસ છે કે તે બંધ થઈ શકે તેમ છે પણ અનાદિ અભ્યાસને લીધે કામ વિકટ જેવું લાગે છે. શરૂઆત આવી રીતે સરલ થઈ શકે કે પ્રથમ અશુભ (ખરાબ) કર્મો પ્રબળ પ્રયત્ન કરી ઓછા કરવા અને તેનું સ્થાન સારા કર્મોને આપવું એટલે સારા કર્મોનો વધારો થતાં અશુભ ઓછા થશે. પછી આત્મજ્ઞાનને મુખ્ય કરી શુભકર્મોને પણ રાજીખુશીથી રજા આપવી અને આત્મસ્વરૂપમાં સ્થિરતા કરતા રહેવું. છેવટે બન્ને જાતનાં કર્મો બંધ પડતા જન્મમરણો થતાં અટકશે અને આત્મસ્વરૂપમાં સ્થિર થવાશે.
આ સિવાય નાના પ્રકારની જીવોની જાતિઓમાં જન્મમરણ ચાલુ જ રહેશે. આ સંસારવિચારની ભાવનાની મન
338338888888
KURURURUZURUKUKURUKUFURURURURURUTURURURURU FJ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International