________________
allot Elfus, BABBBBBZGRUBURUDWABABBBBBBRER ZUR
SKUBURUBURBRBEROBERURUROBORBRUIKBOROBBBUBURURUBURBRORUBEBUBURUDUBBBBBBBBBBE
૨૩. નિષ્પરિગ્રહી : બાહ્ય દેખાતો પરિગ્રહ ધન, ધાન્ય, ગૃહ, પશુ, સ્ત્રી, રાજ, કુટુંબાદિ અને આંતરપરિગ્રહકામ-ક્રોધાદિ–તેનો ત્યાગ કરનાર મનુષ્ય ધ્યાનને યોગ્ય થઈ શકે છે. પરિગ્રહ એટલે વસ્તુઓ ઉપર આસક્તિ. આ આસક્તિ કે મમતા જીવને બંધનમાં જોડનાર છે. મન તે તે વસ્તુમાં ભમ્યા કરે છે. તે તે વસ્તુના વિચારો કરી વિક્ષેપ પામે છે. તે ઇષ્ટ વસ્તુનો નાશ થવાથી દુઃખી થાય છે. તેને ઉપાર્જન કરવામાં ક્લેશ સહન કરવો પડે છે. ઉપાર્જન કરેલાના રક્ષણ માટે અનેક વિકલ્પો કરવા પડે છે. વ્યવહારદશામાં ધન-ધાન્યાદિ પરિગ્રહ ઉપયોગી છે પણ ત્યાગમાર્ગમાં અને વિશેષ કરી ધ્યાનમાર્ગમાં પ્રવેશ કરનાર માટે તો આ પરિગ્રહ દુઃખરૂપ છે; ધ્યાનનો વિઘાત કરનારો છે. માટે પરિગ્રહરહિત મનુષ્ય ધ્યાનને યોગ્ય છે એમ જે કહ્યું છે તે યોગ્ય જ છે.
ર૪, નિર્મમ : મમત્વરહિત થવું તે ધ્યાનમાર્ગની યોગ્યતા વધારનાર છે. કોઈ પણ વસ્તુ ઉપર મારાપણાનો આગ્રહ બંધાવો તે મમત્વ છે. આ વસ્તુ મારી છે, હું તેનો માલિક છું-આ મમત્વ અહંકારને પોષણ આપે છે. અહંકાર સંસારમાર્ગનું બીજ છે. અહંકાર હોય તો જ સંસાર હોય, અને અહંકારનો નાશ થાય તો, જન્મમરણાદિથી થતાં દુઃખરૂપ સંસારની નિવૃત્તિ થાય, હું અને મારું એ મોહરાયના ગુપ્ત મંત્રો છે. હું એ શબ્દથી સૂચિત જે પુદ્ગલિક સર્વ પદાર્થો તે મારા નથી, આ હું, તે હું નથી અને આ મારા તે મારા નથી, એ સિવાયની જે સ્થિતિ પાછળ રહે છે તે આત્મસ્થિતિ
છે. એ મેળવવા માટે અહંભાવનો નાશ સાધવો તે નિર્મમતા હ્યું છે. અથવા તે આત્મધ્યાનની યોગ્યતા મેળવવા માટે
નિર્મમપણાની ભાવના દઢ કરવી.
TABIBURBERZBBBBBBBBBBBBBBBBBBBBBBBBURURBBBBBBBBBVRUBUBUBUBUBURUZURUBBBBBBBBBUR
GRUPSRSRSRSRSRSRUDERBREDERECRURURUBURBUD 309
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org