Book Title: Dhyanadipika
Author(s): Sakalchandra  Gani, Kesharsuri
Publisher: Sahajatamaswarup Paramguru Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 318
________________ ધ્યાનદીપિકા RRB દ્વશ્યલેખન દ્વસીસ્ટમ્સનાં 96388 જેવી રીતે આ દેહનું અમુક નામ રાખવામાં આવ્યું છે, તે નામવાળો કે નામધારી હું જ છું, એમ તમે માનો છો અને સૂઈ ગયા હો તે વખતે તમારું નામ લઈ કોઈ બોલાવે તો ઊંઘમાંથી ઊઠતાંવેંત જ તે નામધારી તમે જ હૈં શું કહો. છો ? તેવો જવાબ આપો છો અને બીજા જાગતા કે ઊંઘતા તે નામથી જવાબ આપતા નથી. આ જેવો અભ્યાસ થઈ ગયો છે, તમારું મન તે નામ પ્રમાણે પોતાને જ માને છે, આવી રીતે જો તમારું મન એમ માને કે, હું જ સર્વજ્ઞ છું; તેમાં આરોપ-બારોપ કાંઈ જ નહિ. જેમ તમારું નામ લઈ કોઈએ બોલાવતાં જ જરા પણ ખચકાયા સિવાય તમે જવાબ આપો છો તેવી જ રીતે તમારું મન તમને પોતાને સર્વજ્ઞ માને તો પછી ત્યાં સર્વજ્ઞપણું પૂર્ણ પ્રગટ થાય છે. અને વાત પણ ખરી છે કે તેવી સ્થિતિ કે નિર્મળતાની દશા પ્રગટ થઈ હોય તો જ મન કબૂલ કરે કે હું ‘સર્વજ્ઞ છું' ! નહિતર મન એમ જ માનવાનું કે હું તો અમુક છું, આ તો ધ્યાન કરું છું એટલે તેટલો વખત એમ ચિંતવવાનું છે, બાકી સર્વજ્ઞ હું ક્યાંથી હોઈ શકું ? આ ભાવના મન કરવાનું જ. એટલે દરજ્જે તે ભાવના સિદ્ધ નથી થઈ એમ માનવું જ જોઈએ. આ ભાવના અનુક્રમે સિદ્ધ થતી ચાલે છે. અથવા લાંબા વખતના અભ્યાસે આ જાતનો સંસ્કાર પડી જાય છે. જેમ કોઈ ગૃહસ્થપણાનો ત્યાગ કરી ત્યાગી થયો, તે ત્યાગીપણાનો સંસ્કાર તેના મનમાં મજબૂત થતો ચાલે છે કે હું સાધુ છું, ત્યાગી છું. એ સંસ્કાર કાળે કરી એવો દૃઢ થઈ જાય છે કે તે ત્યાગીપણાનો અનુભવ મેળવે છે; બહારથી પણ મન તેમ માને છે કે હું ત્યાગી છું, અંદરખાનેથી પણ ત્યાગીપણાના ગુણો નિઃસ્પૃહતા, મમત્વરહિતપણું, વૈરાગ્યવૃત્તિ, પૂર્ણ ત્યાગ વગેરે અનુભવ કરતો જાય છે. આ પ્રમાણે આ અભ્યાસનું પણ પરિણામ છે. 8888888 FERERUPEREFERUKURUUKUFURURUKURUTURURURURU 319| Jain Education International 888 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396