________________
228888888888888888888888888888888888888888888888888888888888888888898988
Ezilot Elfusi PERBURGAREZERSZEREPRUABRUREREZA, છે અન્યને મોટો જોવો, અને વ્યવહારદષ્ટિથી પોતાને નાનો જોવો,
આવી માયાને જીતવા માટે માયા કરાય તો આ માયાકષાય સહેલાઈથી જીતી શકાય છે.
જ્યાં આ દેહ અને શુભાશુભ કર્મ એ સર્વનો ત્યાગ કરવાનો છે, ત્યાં લોભને અવકાશ જ ક્યાં છે ? જ્યાં સુધી કોઈ પણ પુદ્ગલિક પદાર્થ ઉપર મોહ કે મમત્વ છે, તેને મેળવવાની ઈચ્છા થાય છે, ત્યાં સુધી તે તેટલો જ આત્મસ્વરૂપથી દૂર છે. જેના ઉપર તમને પ્રીતિ હોય તેને જ તમે નિમંત્રણ કરો. પણ બીજા ઉપર અપ્રીતિ રાખી બીજાનો તિરસ્કાર કરશો તો આત્મા જરૂર તેટલો જ તમારાથી વેગળો રહેશે. મતલબ કે તેટલો જ આંતરો કે આંવરણ તમારા શુદ્ધ સ્વરૂપની આડે બન્યું રહેશે.
દેહના નિર્વાહ માટે તો પ્રારબ્ધ પ્રમાણે આવી મળશે જ. જાગૃતિ પૂર્વક તેટલો જ પ્રયત્ન કરાય તો તે કાંઈ વિધ્વરૂપ થવાનો નથી, પણ ઉલટો મદદગાર થશે. દેહની મદદથી તો કાર્ય સિદ્ધ કરવાનું છે; વિશેષ એટલો છે કે આત્મભાન ભૂલી તેમાં આસક્ત ન થવાય તે માટે સાવચેત રહેવાની પૂર્ણ જરૂરિયાત છે અને જે પ્રારબ્ધયોગે આવી મળે તેમાં સંતોષ માનવાનો છે. અમુક જ જોઈએ અને અમુક ન જ જોઈએ એમ ન થવું જોઈએ, કેમ કે તે પણ મમત્વ છે. ભાન ભૂલાવનાર એક જાતનો આગ્રહ છે. પ્રારબ્ધ કર્મમાંથી શરીરને જે પુદ્ગલોની જરૂરિયાત હોય છે તે આવી મળે છે. તે માટે
હર્ષ-શોક કરાય જ નહિ. અને તેમ કરાય તો આત્મભાન હું ભૂલવાનો પ્રસંગ આવે છે.
પુદ્ગલિક વસ્તુ પોતાને જરૂરિયાતની હોય તેનાથી અધિક તમારી પાસે હોય તો તે, જરૂરિયાતવાળા બીજાને આપી દેવી, પણ મમત્વ ભાવથી સંચય ન કરવો. આવી જ છે
BABBUBBBBBBBBBBBURURLEVERRUBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBAUBERUBBBBBBBEEF
SAUBERUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB 344
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org