Book Title: Dhyanadipika
Author(s): Sakalchandra  Gani, Kesharsuri
Publisher: Sahajatamaswarup Paramguru Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 373
________________ GBBBBBBBBBBBBBBBBBBBBBRSBWBRP BBB czlo EIRUSI WEBVBOBOBOROBOBOBOBOBBBBBBBBBBBBBBBBBBBBBBBGRUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB રાત્રિનો સમય દિવસ કરતા વધારે રમણીય અને છે વિશ્રાંતિદાયક હોઈ, દિવ્ય વિચારનો પોષક છે. પુરાતનકાળમાં જે ઋષિ, મહર્ષિ, મહાત્માઓએ પરમાત્માનો સાક્ષાત્કાર મેળવેલો હતો તે સૂર્યના પ્રચંડ તેજસ્વી પ્રકાશમાં નહિ પણ રાત્રિના શાંતિપ્રદ પ્રદેશમાં જ મેળવ્યો હતો. ૩ આપણે આપણા મનને શુદ્ધ અને આનંદદાયક વિચારોમાં રોકવું જોઈએ, અથવા વર્તમાનકાળની સાથે જેને સંબંધ નથી એવી પુરાતનકાળની કોઈ કથા, શૌર્ય કે પ્રવાસની વાર્તા, ઉત્તમ જીવનચરિત્ર ઈત્યાદિ વાંચવામાં મનને રોકવાથી નિત્યની જંજાળોનું વિસ્મરણ રાત્રે થઈ શકશે. આવે પ્રસંગે કલ્પનાની પાંખો ઉપર બેસી અનંત દેશકાળના પ્રદેશમાં મોજથી ઉડ્યા કરવાથી પ્રસ્તુત કામની દુગ્ધાઓનું વિસ્મરણ થઈ આનંદમાં મગ્ન થશે. વળી આગ્રહપૂર્વક પરમાત્માનું સ્મરણ કરવામાં મનને જોડવામાં આવે તો ઘણી જ થોડીવારમાંડ ઊંઘ આવી જશે. ૪ શરીરને વૃદ્ધાવસ્થા આવવા ન દેવી એ આપણા હાથમાં નથી, પણ શોક અને સંતાપને લીધે મનને જ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તે આવવા ન દેવી, એ આપણી સત્તાની વાત છે. મન જ્યાં સુધી જીર્ણ થયું નથી, ત્યાં સુધી શરીર ગમે તેટલું જીર્ણ થાય તો પણ હાનિ નથી. ૫ બીજી જાતના સંકટ આપણા પૈર્યની તથા આપણા દૈવતની પરીક્ષા કરે છે. પ્રહલાદ, ધ્રુવ, હરિશ્ચંદ્ર, નળ, મહાવીર ઇત્યાદિ પુરુષો પર સંકટ ગુજર્યા ન હોત તો તેમની ખરી કિંમત કરી શકત નહિ. જે મુસીબતો મૂર્ખ લોકોને હેરાન કરી નાંખે છે. તે જ મુસીબતો શાણા પુરુષને ચડતીનાં સાધનરૂપે થાય છે. ૬ 392 BERUBBERUBBEREBRBEROBEREBBEROBERURBERRA BOBOBORBRBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB&us Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396