Book Title: Dhyanadipika
Author(s): Sakalchandra  Gani, Kesharsuri
Publisher: Sahajatamaswarup Paramguru Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 358
________________ Allot Ellys FGBBBBBBBBBBBBBBBBBBBBRZOSBARERER SENG MENGHERGHSRSRSRSRSRSRSRSRSRSRSRGRGUSOSNINGUSUGA&D8RS98888888IGHHEGREASE આ ક્રોધ લોભાદિનો સૂક્ષ્મ પણ ઉદય ધીમે ધીમે વૃદ્ધિ પામી આત્માના અનંત ગુણોને બાળી નાખે છે. અર્થાત્, તેના ઉપર આવરણ લાવી તેને દબાવી દે છે. ક્રોધાદિના ઉદયને રોકવા. તેનાં પરિણામોનો વિચાર કરી વિવેકજ્ઞાન દ્વારા તેઓને નિષ્ફળ કરવા-વિખેરી નાખવા. આત્માના શુદ્ધ સ્વભાવનો અરીસો સન્મુખ રાખી, આ આત્માના ગુણો છે કે અજ્ઞાન દશાવાળી વિભાવદશાના ગુણો છે તેનો નિર્ણય કરી, વિભાવદશાવાળા, આત્માને આવરણ કરનારા તે ક્રોધાદિનો ત્યાગ કરવો. ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતોષથી ક્રોધ, માન, માયા, લોભનો પરાજય કરી શકાય છે. આ ક્ષમાદિવાળી પરિણતિ કર્મક્ષયમાં પ્રધાન હેતુ છે. અકષાયવાળી પરિણતિ જ ઉત્તમ ચારિત્ર્ય છે. એ હોય છે તો જ ચારિત્ર હોય છે. ક્ષમાદિ ગુણો જ ચારિત્રનું જીવન છે. તે જો ચાલ્યા ગયા હોય તો ચારિત્ર, જીવ વિનાનું કલેવરમડદું જ છે. આ ક્ષમાદિના આલંબન દ્વારા સૂક્ષ્મ ધ્યાનમાં પ્રવેશ કરાય છે અને શુકુલધ્યાન પ્રાપ્ત થાય છે. આ ક્રોધાદિ કષાયને જીતવા માટે સર્વત્ર સત્તાગત શુદ્ધ આત્મદષ્ટિ રાખવી વગેરે જે કાંઈ કહેવામાં આવ્યું છે તે એક સાધન છે-શત્રુને મારવાનું હથિયાર છે. કયા મનુષ્ય કર્યું હથિયાર વાપરવું, એ કાંઈ ચોક્કસ નિર્ણયથી કહી શકાય નહિ. બધા મનુષ્યો કે અધિકારીઓએ એકસરખી જાતનાં જ હથિયાર કે સાધનો વાપરવાં એવો પ્રતિબંધ કોઈપણ જ્ઞાનીએ કર્યો જ નથી. કર્મક્ષય કરી, નિવણમોક્ષ પ્રાપ્ત કરવાના અસંખ્યાત માગે છે એમ જ્ઞાની પુરુષોએ પોતાના જ્ઞાનમાં દીઠું છે છે છે. તેથી અમુક જ માર્ગ લેવાથી મોક્ષ થાય અને બીજે રસ્તે છે ન જ થાય એમ કહેવું તે મિથ્યા ભ્રમણા છે. પણ એટલું જ છે ધ્યાન આપવાનું છે કે ગમે તે પ્રયોગથી, સાધનથી, વિચારથી, છે BRORUBBBBBBBBBBRERUB8BUBBBBBBBURVBRUAR88BURBESSERU28888 BUBBBBBBBEEBA 8888888888888888888888888888888888888888888888888રિરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396