Book Title: Dhyanadipika
Author(s): Sakalchandra  Gani, Kesharsuri
Publisher: Sahajatamaswarup Paramguru Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 370
________________ ધ્યાન દીપિકા ખાખરસ્ટ,રખી સકે કહાંસેસર 0.69 શુક્લધ્યાન અત્યારે ભલે ન હોય તથાપિ ભાવનાઉમેદવારી-કરનારાઓએ નિરાશ ન થવું. શુકૂલધ્યાનની ઉમેદવારી કરતાં ઉત્કૃષ્ટ ધર્મધ્યાનની પ્રાપ્તિ થશે તો પણ આનંદદાયક જ છે. શુક્લધ્યાન અત્યારે નથી એ વચન કાંઈ ઉત્સાહનો નાશ કરવા માટે નથી, પણ પોતાના વીર્યને પ્રોત્સાહિત કરી બનતો પુરુષાર્થ કરવા પ્રેરવાનો છે એ વાત ખાસ લક્ષમાં રાખી યથાશક્તિ પ્રયત્નવાન થવું. चन्द्रार्कदीपालिमणिप्रभाभिः किं यस्यचित्तेऽस्ति तमोऽस्तबोधम् । तदन्तकर्त्री क्रियतां स्वचित्ते ज्ञान्यंगिनः ध्यानसुदीपिकेयम् ॥ २०६ ॥ 88888888 જેના હૃદયમાં અજ્ઞાનરૂપ અંધકાર રહેલો છે, તેવા મનુષ્યને ચંદ્ર, સૂર્ય, દીપકની શ્રેણી અને મણિની પ્રભા વડે શો ફાયદો થવાનો છે ? અર્થાત્ જેનું હૃદય અજ્ઞાનઅંધકારથી ઘેરાયેલું છે તેને બાહ્ય વસ્તુના પ્રકાશક સૂર્યચંદ્રાદિથી આંતરઅજ્ઞાનને હઠાવવાનો-દૂર કરનારો કાંઈ પણ ફાયદો થવાનો નથી. આ કારણથી, હે જ્ઞાનીને વલ્લભ મનુષ્યો ! અંધકારનો અંત કરનારી-નાશ કરનારી-આ ઉત્તમ ધ્યાનદીપિકાને તમારા હૃદયમાં સ્થાપિત કરો. પૂર્વે ધ્યાનદીપિકાના પ્રારંભમાં કરેલી પ્રતિજ્ઞા અહીં પૂર્ણ થાય છે. આ ધ્યાનદીપિકા આંતરઅજ્ઞાનાંધકારનો નાશ કરનારી છે અને તેથી જ્ઞાનપ્રિય, આત્મપ્રિય, સુખપ્રિય મનુષ્યોએ નિરંતર પોતાના હૃદયમાં સ્થાપન કરવી, અર્થાત્ આ ગ્રંથમાં જે જે ઉપાયો આત્મજ્ઞાન માટે કહેવામાં આવ્યા છે તે પ્રમાણે વર્તન કરવું. આ શ્લોકના શરૂઆતના ચંદ્ર પદથી સકલચંદ્ર ઉપાધ્યાય આ ગ્રંથના કર્તા છે તે નામ પણ પ્રગટ થાય છે, કેમકે પૂર્ણિમાનો ચંદ્ર સકલ-આખો-પૂર્ણ હોય છે અને તે ઉપરથી ‘સકલચંદ્ર' કર્તાએ પોતાનું નામ ગુપ્ત નામ તેમાં છુપાવેલું JaggaB&88@s3G@Va8a&3,89 &88&GG3U8G[ ૩૬૯ ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396