________________
888888888888888888888888888888888888888888છાનહાપા
R88888880808NSNINSUN88888888888888 NS NSR88888888888888888888888888888
દિશામાં મૂકવો ત્યાર પછી અનુક્રમે બીજા અક્ષરો દિશા છે છે વિદિશામાં મૂકી ગોળ કુંડાળાના આકારમાં ગોઠવી તે અક્ષરો પર લક્ષ રાખી જોયા કરવું એટલે તે અક્ષરોનું ધ્યાન કરવું.
આ પ્રમાણે ધ્યાન કરવું. અથવા પૂર્વ દિશામાં રહેલા » ઉપર દૃષ્ટિ આપી મનમાં ૩બોલવો પછી તે ઉપર હું પછી મો ઉપર એમ અનુક્રમે આઠે અક્ષરો ઉપર દૃષ્ટિ આપી 'ૐ નમો રિહંતા એ જાપ પૂરો કરવો. આ એક જાપ થયો. આવી રીતે દરેક અક્ષર ઉપર દૃષ્ટિ રાખી હૃદયકમળમાં તે મંત્રનો અગિયારસો વાર જાપ કરવો. આવો જાપ આઠ દિવસ કરતાં તેના અક્ષરો ચંદ્ર જેવા નિર્મળ જોવામાં આવશે. છું તે જોવાથી ધ્યાન કરનારમાં એવું બળ આવે છે કે ભૂત,
પ્રેત, સર્પ, વાઘ, સિંહાદિ જીવો તેને કોઈ વિઘ્ન કરી શકતા નથી, આત્મબળ વૃદ્ધિ પામે છે, સર્વ સ્થળે શાંતિ ફેલાય છે. છતાં તે ધ્યાન કરી તેટલાથી ન અટકતાં આગળ અભ્યાસ ચાલુ રાખી તે અરિહંત તે હું છું. આ અર્થનો ભાવપૂર્વક જાપ કરવો. જાપ કરતાં આ જાપ, તેનો અર્થ અને અરિહંત તે હું છું ઇત્યાદિનું પણ ભાન ભૂલી જઈને છેવટના નિર્વિકલ્પ ધ્યાન સુધી પહોંચવું અને વચમાં આ લોકનાં વિવિધ પ્રકારનાં સુખમાં લોભાવે તેવા ચમત્કારોમાં ફસાઈ ન જતાં તે ધ્યાન કાયમ લાંબા વખત સુધી લંબાવતાં રહેવું.
અથવા હૃદયમાં આઠ પાંખડીનું કમળ તેની દરેક શિ પાંખડીમાં એક નવપદજીનું પદ મૂકવું. એટલે વચમાં-કર્ણિકામાં અરિહંત, પછી તેના માથા ઉપર સિદ્ધ, પડખે આચાર્ય, નીચે ઉપાધ્યાયજી, પડખે સાધુ અને વિદિશાઓમાં દર્શન, જ્ઞાન ચારિત્ર અને તપ આ પદોને મૂકી તેનો જાપ કરવો અથવા તે એક પદોમાં લક્ષ રાખી ધ્યાન કરવું. તે સિદ્ધચક્રપદનું
મંડળ સિદ્ધચક્રજીના ગટા ઉપરથી ધારી લેવું. એ પ્રમાણે ૩૨ ૨ ફ8888888888E888888888888888888888888888828888888888છ666888
BUBBBBBBBUBURBURGRUPURUBURUBURURUDUBERERUPERBBBBBBBBBBBBBBBBBBBBBBBBBER BRESS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org