________________
allot Elfos BEBERSBUBBBBBBBBRSBRBURBEREDOBRE
LES RUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUBUBURUDUBURRRRRRRRRRRRRRRRRRRRRRRRRRUBBBBBBBB
આવી જ રીતે મનમાં પણ મહાન સામર્થ્ય છે. આ સર્વ સામર્થ્ય આત્મારૂપ સૂર્યમાંથી આવે છે. મનમાં અનેક વૃત્તિઓ ઉત્પન્ન થતાં તે મનમાં આવેલું બળ જુદા જુદા કામોમાં, વિચારોમાં વિખરાઈ જાય છે. તે જ મનોબળ જો
એક વસ્તુ ઉપર જ એકઠું કરવામાં આવ્યું હોય તો તે પ્રબળ $ મનથી ધારીએ તે કામ સિદ્ધ કરી શકાય છે. સંકલ્પ કરો તે
પ્રમાણે જ કાર્ય સિદ્ધ થાય છે. હજારો મનુષ્યોથી જે કામ ન થાય તે એકત્ર થયેલી મનોશક્તિના એક સંકલ્પથી સિદ્ધ થાય
છે. ટૂંકમાં કહીએ તો પૃથ્વી, પાણી, વાયુ અને અગ્નિ જેવાં છે મહાભૂતોના ઉપર પણ સામ્રાજ્ય સ્વતંત્ર સત્તા મેળવી શકાય
છે, તો પછી મનુષ્યો કે તેવાં જ જાનવરો ઉપર સત્તા મેળવવી તે કાંઈ મુશ્કેલ જેવું છે જ નહિ.
આ સર્વ સત્તા, શક્તિ, એકાગ્રતાવાળા ધ્યાનથી આવે છે. આવી શક્તિવાળા મનુષ્યોને જ્ઞાની પુરુષો ભલામણ કરે છે કે કૌતુકને ખાતર પણ અસધ્યાનને જરા જેટલો અવકાશ
ન આપવો. તેને અસધ્યાન એટલા માટે કહેવામાં આવે છે છું કે મનોશક્તિનો આ દુરુપયોગ છે. મનોશક્તિ એકત્ર કરવાનું
મુખ્ય કારણ એ છે કે તેના મજબૂત બળથી ખરાબ વાસનાઓ હું ઉપર વિજય મેળવવો. અનાદિ કાળના ઘર કરીને રહેલા
મલિન સંસ્કારો કે કર્મોને મારી હઠાવવા; અને આવા પ્રબળ મનોબળથી કર્મોનો નાશ કરી શકાય છે જ. તે ઉત્તમ અને મહાન ઉપયોગી કાર્ય આત્મવિશુદ્ધિ મેળવવાનું મૂકી દઈ જ્યારે મનુષ્યો આ દુનિયાનાં ક્ષણિક અને માયિક સુખ માટે, અધિકાર માટે અને તેવા જ પ્રકારનાં મનને થોડો વખત આનંદ આપનારાં પણ અન્યને હાનિ પહોંચાડનારાં અથવા પરિણામે દુઃખ ઉત્પન્ન કરનારાં સુખ માટે તે મહાન શક્તિનો ઉપયોગ
BBBBBBBURU OBOROBUDURUBUBUBUEUEUEUEUERUBBBBBBBBBBBBBBBLESSUBURBURUBURUBURUA
GBBBBBBBURBRORUREBERBRODERBERUBBERBBBBB 334
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org