SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ allot Elfos BEBERSBUBBBBBBBBRSBRBURBEREDOBRE LES RUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUBUBURUDUBURRRRRRRRRRRRRRRRRRRRRRRRRRUBBBBBBBB આવી જ રીતે મનમાં પણ મહાન સામર્થ્ય છે. આ સર્વ સામર્થ્ય આત્મારૂપ સૂર્યમાંથી આવે છે. મનમાં અનેક વૃત્તિઓ ઉત્પન્ન થતાં તે મનમાં આવેલું બળ જુદા જુદા કામોમાં, વિચારોમાં વિખરાઈ જાય છે. તે જ મનોબળ જો એક વસ્તુ ઉપર જ એકઠું કરવામાં આવ્યું હોય તો તે પ્રબળ $ મનથી ધારીએ તે કામ સિદ્ધ કરી શકાય છે. સંકલ્પ કરો તે પ્રમાણે જ કાર્ય સિદ્ધ થાય છે. હજારો મનુષ્યોથી જે કામ ન થાય તે એકત્ર થયેલી મનોશક્તિના એક સંકલ્પથી સિદ્ધ થાય છે. ટૂંકમાં કહીએ તો પૃથ્વી, પાણી, વાયુ અને અગ્નિ જેવાં છે મહાભૂતોના ઉપર પણ સામ્રાજ્ય સ્વતંત્ર સત્તા મેળવી શકાય છે, તો પછી મનુષ્યો કે તેવાં જ જાનવરો ઉપર સત્તા મેળવવી તે કાંઈ મુશ્કેલ જેવું છે જ નહિ. આ સર્વ સત્તા, શક્તિ, એકાગ્રતાવાળા ધ્યાનથી આવે છે. આવી શક્તિવાળા મનુષ્યોને જ્ઞાની પુરુષો ભલામણ કરે છે કે કૌતુકને ખાતર પણ અસધ્યાનને જરા જેટલો અવકાશ ન આપવો. તેને અસધ્યાન એટલા માટે કહેવામાં આવે છે છું કે મનોશક્તિનો આ દુરુપયોગ છે. મનોશક્તિ એકત્ર કરવાનું મુખ્ય કારણ એ છે કે તેના મજબૂત બળથી ખરાબ વાસનાઓ હું ઉપર વિજય મેળવવો. અનાદિ કાળના ઘર કરીને રહેલા મલિન સંસ્કારો કે કર્મોને મારી હઠાવવા; અને આવા પ્રબળ મનોબળથી કર્મોનો નાશ કરી શકાય છે જ. તે ઉત્તમ અને મહાન ઉપયોગી કાર્ય આત્મવિશુદ્ધિ મેળવવાનું મૂકી દઈ જ્યારે મનુષ્યો આ દુનિયાનાં ક્ષણિક અને માયિક સુખ માટે, અધિકાર માટે અને તેવા જ પ્રકારનાં મનને થોડો વખત આનંદ આપનારાં પણ અન્યને હાનિ પહોંચાડનારાં અથવા પરિણામે દુઃખ ઉત્પન્ન કરનારાં સુખ માટે તે મહાન શક્તિનો ઉપયોગ BBBBBBBURU OBOROBUDURUBUBUBUEUEUEUEUERUBBBBBBBBBBBBBBBLESSUBURBURUBURUBURUA GBBBBBBBURBRORUREBERBRODERBERUBBERBBBBB 334 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy