________________
નદીપિકા 888888888888888888888888888888888888888
W 2898988888888888888888888888888888888X8RERE888888888888888888888888888888
- રાજ્યની પ્રાપ્તિ, ઇન્દ્રપદવી, ભોગોની અનુકૂળતા, વિદ્યાધરોનું આધિપત્ય અને રાજ્યલક્ષ્મી, આ સર્વ મને ક્યારે પ્રાપ્ત થશે, ઈત્યાદિ વિચારોવાળું ધ્યાન ભોગા માનેલું છે.
પુણ્યવાળાં અનુષ્ઠાન (ક્રિયા) કરી તેના ફળ તરીકે તીર્થકર અને દેવોના પદની અભિલાષા કરે અથવા તે જ પુણ્ય વડે, અત્યંત ક્રોધથી શત્રુઓના કુલનો ઉચ્છેદ (નાશ) થાય તેવી ઇચ્છા કરે; અથવા નાના પ્રકારના વિકલ્પો વડે પૂજા-સત્કાર અને લાભાદિક સુખની યાચના કરે. આ સર્વ નિયાણાથી ઉત્પન્ન થનારું આર્તધ્યાન મનુષ્યોને દુઃખરૂપી દાવાનળના ભયંકર સ્થાન સમાન થાય છે.
ભાવાર્થ : આનું નામ તે મનની શક્તિનો દુરૂપયોગખરાબ માર્ગ સમજવો. મહેનતથી કંટાળેલા કે આળસુના આગેવાનો આને જ સમજવા. મહેનત કર્યા વિના માલ ખાવાની ઈચ્છા રાખનારાઓ તમને કોઈ ન મળ્યા હોય તો આ વિચાર કરનારાને ઓળખી લેજો. એકાંતમાં બેસી મનને કોઈ પણ વિચારમાં લીન કરી દીધું કે તે વખતે ભરબજાર હોય તો પણ એકાંત જ સમજી લેવું. વિચાર કરે કે મને આ આખા ભારતવર્ષનું કે જેટલા દેશો છે તે બધાનું રાજ્ય મળે તો ઠીક થાય હોં. અથવા આ રાજ્ય તો મને પણ પાછું
આયુષ્ય થોડું એટલે તે મૂકીને તો જવું જ પડે ને ત્યારે છે ઇન્દ્રની પદવી મળે તો કેવું સારું? દેવો ઉપર મનમાં ધારીએ
તેવી આજ્ઞાઓ કરીએ, હુકમો ચલાવીએ, સુંદર અપ્સરાઓ કે ઇન્દ્રાણીઓ આવી મળે. આપણી આગળ વિવિધ પ્રકારના નાટારંભો થઈ રહ્યા હોય. અહા ! આ સુખની તો વાત જ શી કરવી ? પણ અરે ! એવાં સુખ તે મારા ભાગ્યમાં ક્યાંથી હોય? આ દુનિયાના જ નાના પ્રકારના ભોગો મળે તો પણ
BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBGBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURURUBBER
ઇં.ર6666666688છરિક્રિ&િદરદિ®$$$$$$€&&&&&&&[૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org