________________
8888ર9ર8/99નખરખરખ દ્વ8688 ાનદીપિકા
38388(s
88888888888
બીજી કરુણાભાવના
:
1
वध बंधनरुद्धेषु निस्त्रिंशैः पीडितेषु च जीवितं याचमानेषु दयाधीः करुणा मता ॥ १०९ ॥
નિર્દય જીવો વડે વધ કરાતા કે બંધન માટે રોકેલા કે પીડા અપાતા તથા પોતાના જીવિતના રક્ષણ માટે યાચના કરતા, જીવોને વિષે જે દયાની બુદ્ધિ કરવી તેને કરુણા માનેલી (કહેલી) છે.
ભાવાર્થ : દુ:ખી જીવોને દેખી તેમના તરફ દયાની લાગણી કરી તેમને બચાવવા કે મદદ આપવા માટે પોતાથી બનતો પ્રયત્ન કરવો તે કરુણા કહેવાય છે. આત્મસ્વરૂપનું ભાન ભૂલેલા અને તે માટે જ કર્માધીન-રાગ દ્વેષાધીન, થયેલા જીવો આ દુનિયામાં વિવિધ પ્રકારની વિપત્તિઓ પામે છે. છતાં દયાળુ કે કોમળ હૃદયનાં મનુષ્યોએ તેમની ઉપેક્ષા ન કરતાં તેમને યથાશક્તિ મદદ આપવી. કર્મનાં ફળો જીવો ભોગવ્યા સિવાય રહેવાના નથી, ગમે તે પ્રયોગે તે પોતાના કર્મનો બદલો મેળવવાના જ છે. વહેલા કે મોડા, હમણાં કે પછી, કર્માનુસાર તેઓ ફળ મેળવશે જ. તો પણ જેઓ આવા ક્લિષ્ટ કર્મવપાકથી વેગળા છે. તેઓએ તો તેમની દયા લાવવી જ જોઈએ, જો તેમ કરવામાં ન આવે, છતી શક્તિએ તેમની ઉપેક્ષા કરવામાં આવે; નિર્દય જીવો પીડા આપે, કદર્થના કરે, વધ કરે, બંધન કરે અને તે દુ:ખી થનાર જીવ પોતાનું જીવન બચાવવા માટે પ્રાર્થના કરે, આજીજી કરે, છતાં પણ તેના તરફ છતી શક્તિએ ધ્યાન આપવામાં ન આવે તો તે માણસના મનમાં નિર્દયતા, કઠોરતા કે નિસ પરિણામતા આવવાની જ. આવી નિષ્ઠુરતા આત્મપ્રાપ્તિથી
K8338388KWs3Efs88888888888
૨૪૪ 8888838&@Bas@saBaa%a99898883888888
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org