________________
SPREBERBBBBBBBRERERURSBORBRUDBRUAB allo Ellos
BBBBBBBBBBURURUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUREBUDEBBBBBBBBBBBBBBBBBBBBBBERS
આવવાનાં જ. એટલા માટે શરીર નીરોગી અને મજબૂત હોવું જોઈએ. શરીરની નબળાઈને લીધે જામેલું ધ્યાન પણ છોડી દેવું પડે છે, અથવા હદ ઉપરાંત શ્રમ લાગવાથી શરીર વહેલું ખપી જાય છે. અથવા લથડી પડે છે. વજઋષભનારાચા સંઘયણવાળાને મોક્ષ થાય એમ શાસ્ત્રમાં કહેલું છે તે વિચારપૂર્વક કહેલું છે. એવી મજબૂતાઈ વિનાનાં શરીરો લાંબા વખતના ધ્યાનમાં તદ્દન નિરુપયોગી થઈ લાચાર થઈ પડે છે.
૧૧. ધીર : વૈર્યવાન મનુષ્ય સહેલાઈથી ધ્યાન સિદ્ધ કરે છે. હું કરીશ જ, પાર પામીશ જ, ગમે તેમ થાય પણ આત્મલાભ થયા વિના પાછો નહિ જ હઠું, આવી ધીરજવાળો, આવો ઉત્સાહી માણસ કાર્ય સિદ્ધ કરે છે. એકવાર ફતેહ મંદ ન થયો તો બીજી વાર, ત્રીજીવાર, ચોથીવાર પણ ધીરજવાન મનુષ્ય પાછો ન હઠતાં આખરે વિજય મેળવે છે.
૧૨. સર્વ જીવોનો પાલક-પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, ત્રસ (મોટા સર્વ જીવ) આ છ જવનિકાય છે. જીવોનો સમુદાય છે. તેનું રક્ષણ કરનાર જીવ ધ્યાનને માટે યોગ્ય છે. જીવો તરફ વેર-વિરોધ રાખનારનું મન કેવી રીતે હું શાંત રહી ધ્યાન કરી શકશે? અથવા બેદરકારીથી, અનુપયોગ
કે અજ્ઞાનદશામાં આ જીવોનો વધ-સંહાર-જે જીવથી થતો છું હોય તે જીવમાં વિશુદ્ધિ ક્યાંથી હોય ? અજ્ઞાની,
બિનઉપયોગીનું ધ્યાન શા કામનું ? પોતાના ભલા માટે કે બચાવ માટે અનેક જીવોનું બૂરું ઇચ્છનાર જીવોનું હૃદય પવિત્ર
ક્યાંથી હોઈ શકે? સર્વ જીવો આત્મસ્વરૂપ, આત્મતુલ્ય જ્યાં @ સુધી ન માન્યા હોય ત્યાં સુધી તેમના હૃદયમાંથી વિક્ષેપ
કદાપિ ઘટનાર-ઓછો થનાર નથી. ત્યાં સુધી તે જીવો પ્રત્યે રાગદ્વેષની ઊર્મિઓ ઊઠતી જ રહેવાની. માટે સર્વ જીવો
BBBBBBBBBBBBBBBBBURUBURBERRRRRRUBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBREREBBBBBBBS
RCYKERSBEREDEROBSBERGREROBERURUBBERORREDURES
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org