________________
El lol EITUSI PUBBARBBBBBBERSABABBELBURG BUBBER,
(88888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888868 .
વિરામ પામે તો વિભાવપર્યાયો પરિણમવામાં સહાયભૂત કે નિમિત્તભૂત કર્મબીજો બળીને ભસ્મ થઈ જાય છે. તેમ થવાથી ફરી વિભાવપર્યાયોમાં પરિણમવાની શક્તિનો નાશ થતાં - નિર્વાણ કે મોક્ષની પ્રાપ્તિ થાય છે.
આત્મા અને જડ એમ બે વસ્તુઓ છે. તેમાં જડ વસ્તુ નિઃસાર છે. તેમાં અસાક્તિ કરવાથી ભાન ભૂલાય છે. ચૈતન્ય વસ્તુ સારભૂત છે. આત્મઉપયોગનું જડ વિભાવ વસ્તુ સાથે પરિણમવું તે ભેદ છે અને સ્વરૂપમાં જ પરિણમવું-સ્થિર થવુંતે અભેદ છે. આત્મસ્વરૂપમાં અભેદ એકરસ થઈ રહેવું તે સર્વજ્ઞની આજ્ઞા છે. નિર્વાણ પ્રાપ્તિ માટે આ જ છેવટનો ઉપાય છે. એ સર્વજ્ઞનો નિશ્ચય છે. તે સિવાય નય, પ્રમાણ, ભંગ, નિક્ષેપાદિ અનેક વિચારો તેમણે ચર્યા છે, અનેક રીતે વસ્તુતત્ત્વનો નિર્ણય કર્યો છે, પરંતુ તે સર્વનું છેવટ આ જ છે કે આત્મસ્વરૂપમાં જ સ્થિરતા કરવી; તે સિવાયના સર્વ પદાર્થો-પર્યાયો તે વિભાવ છે, આત્માથી છૂટા પાડનાર છે, એટલે આત્મસ્વરૂપના બોધમાં વિજ્ઞભૂત છે. તેનો નિશ્ચય કરવો, તે વીતરાગની આજ્ઞાનો નિશ્ચય કરવા બરોબર છે. આવા પ્રકારના વિચાર કરવા તે ધર્મધ્યાન છે. તેટલા સમય છે માટે અન્ય વિચારોનું ભાન ભૂલાય છે. તેટલી આત્મસમાધિ રહે છે તેટલા વખત માટે કર્મઆગમન રોકાય છે, યા અશુભ કર્મ આવતાં નથી. ધર્મધ્યાનના દઢ વિચારોથી આપણું ચરિત્ર બંધાય છે. અર્થાત્ તે પ્રમાણે વર્તન કરવાનું-આત્મસ્થિરતા અનુભવવાનું બળ પ્રાપ્ત થાય છે.
આ સંબંધે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે –
आज्ञां यत्र पुरस्कृत्य सर्वज्ञानामबाधिताम् । तत्त्वतश्चिंतयेदस्तिदाज्ञाध्यानमुच्यते ॥१२२॥
1983BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURUPURUBBBBBBBUBUBUBBBBBBBBBBBBBURUA
GBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB 299
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org