________________
ધ્યાનદીપિકા મુખ્ય ખરGRAMS,G9 RG59949,68@G
દરજ્જાના લોકો એ બીજા વર્ગના છે. તેઓ પેલા ઝીણા તારના દોરા સમાન કર્મોને કર્તા તરીકે મહત્ત્વ આપે છે. પહેલા વર્ગના કરતા બીજા વર્ગના લોકો વધારે બુદ્ધિમાન અને વિચાર કરનાર છે. આ લોકો બધું મહત્ત્વ તે તારના દોરા સમાન કર્મને જ આપે છે. તેઓ કર્મને જ ચૈતન્ય માને છે. આટલે સુધી લોકો ખરા છે કે ઝીણા તારની અસર દેહ ઉપર થતી જુએ છે.
8888
ત્રીજા વર્ગના ઉત્તમ પંક્તિના લોકો તો આ પૂતળાં જે સ્થૂળ શરી૨ અને આ તારના ઝીણા દોરા સમાન કર્મને મૂકીને એ તારને ખેંચનાર-તારને ગતિ આપનાર પુરુષ સમાન આત્માને જ આ દેહના કે કાર્યના નિયામક સમાન ગણે છે, એની શક્તિથી જ બધો કાર્યવ્યવહાર ચાલતો સમજે છે. તારને ઠેકાણે રહેલા કર્મ તેમાં મદદગાર છે, તેમ છતાં આત્મા જ સુખરૂપ છે. આનંદ સ્વરૂપ છે. આ વાત વધારે સ્પષ્ટ અનુભવવા માટે તે પડદાને ચીરી નાખે છે ત્યારે સ્પષ્ટ અનુભવ થાય છે કે આ સર્વ શક્તિ તે પુરુષની કે આત્માની છે. તે આત્મશક્તિનો થતો દુરુપયોગ દુ:ખ કે વિપત્તિજનક છે. અને તે શક્તિથી થતી સારી પ્રવૃત્તિ સુખ કે સંપત્તિ માટે થાય છે. તે શક્તિની પોતાની છાયામાં પોતાના સ્વરૂપમાં વિશ્રાંતિ થવી તે નિર્વાણ યા મોક્ષને માટે છે.
આ પ્રમાણે પુણ્યપાપરૂપ કર્મ જે આત્માના મૂળ જીવનના આધારે ઉત્પન્ન થાય છે અથવા આત્માની એક પ્રકારની શુભાશુભ પ્રવૃત્તિ તેને આધારે ઉત્પન્ન થાય છે તેનો જ આ સર્વ દુનિયામાં અનુભવાતો વિલાસ છે. તે આત્મશક્તિ કેવા રૂપમાં યોજવી એ આપણા પોતાના જ હાથમાં છે, કારણ કે આપણે પોતે જ તે સ્વરૂપ છીએ.
ધ્યાનશતકમાં કહ્યું છે કે -
888888888888 08888888@388888888888888૯ ૨૮ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org