SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ 8888ર9ર8/99નખરખરખ દ્વ8688 ાનદીપિકા 38388(s 88888888888 બીજી કરુણાભાવના : 1 वध बंधनरुद्धेषु निस्त्रिंशैः पीडितेषु च जीवितं याचमानेषु दयाधीः करुणा मता ॥ १०९ ॥ નિર્દય જીવો વડે વધ કરાતા કે બંધન માટે રોકેલા કે પીડા અપાતા તથા પોતાના જીવિતના રક્ષણ માટે યાચના કરતા, જીવોને વિષે જે દયાની બુદ્ધિ કરવી તેને કરુણા માનેલી (કહેલી) છે. ભાવાર્થ : દુ:ખી જીવોને દેખી તેમના તરફ દયાની લાગણી કરી તેમને બચાવવા કે મદદ આપવા માટે પોતાથી બનતો પ્રયત્ન કરવો તે કરુણા કહેવાય છે. આત્મસ્વરૂપનું ભાન ભૂલેલા અને તે માટે જ કર્માધીન-રાગ દ્વેષાધીન, થયેલા જીવો આ દુનિયામાં વિવિધ પ્રકારની વિપત્તિઓ પામે છે. છતાં દયાળુ કે કોમળ હૃદયનાં મનુષ્યોએ તેમની ઉપેક્ષા ન કરતાં તેમને યથાશક્તિ મદદ આપવી. કર્મનાં ફળો જીવો ભોગવ્યા સિવાય રહેવાના નથી, ગમે તે પ્રયોગે તે પોતાના કર્મનો બદલો મેળવવાના જ છે. વહેલા કે મોડા, હમણાં કે પછી, કર્માનુસાર તેઓ ફળ મેળવશે જ. તો પણ જેઓ આવા ક્લિષ્ટ કર્મવપાકથી વેગળા છે. તેઓએ તો તેમની દયા લાવવી જ જોઈએ, જો તેમ કરવામાં ન આવે, છતી શક્તિએ તેમની ઉપેક્ષા કરવામાં આવે; નિર્દય જીવો પીડા આપે, કદર્થના કરે, વધ કરે, બંધન કરે અને તે દુ:ખી થનાર જીવ પોતાનું જીવન બચાવવા માટે પ્રાર્થના કરે, આજીજી કરે, છતાં પણ તેના તરફ છતી શક્તિએ ધ્યાન આપવામાં ન આવે તો તે માણસના મનમાં નિર્દયતા, કઠોરતા કે નિસ પરિણામતા આવવાની જ. આવી નિષ્ઠુરતા આત્મપ્રાપ્તિથી K8338388KWs3Efs88888888888 ૨૪૪ 8888838&@Bas@saBaa%a99898883888888 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy